Kaal Sarp Dosha: વારંવાર નુકસાન, ખરાબ સપનાઓ અને લગ્નમાં વિલંબ,આ હોઈ શકે છે કાળસર્પ દોષનો અસર, જાણો બચાવના ઉપાય

Kaal Sarp Dosha: જન્મકુંડળીમાં રાહુ-કેતુ વચ્ચે બધા ગ્રહો આવી જાય ત્યારે બને છે કાળસર્પ દોષ, જે જીવનના દરેક ક્ષેત્રને અસર કરે છે

by Zalak Parikh
Kaal Sarp Dosha: Repeated Losses, Delayed Marriage, and Nightmares Could Be Signs—Know Remedies

News Continuous Bureau | Mumbai

Kaal Sarp Dosha: ભારતીય જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) અનુસાર કાળસર્પ દોષ (Kaal Sarp Dosha) એ ખૂબ જ ગંભીર દોષ છે, જે વ્યક્તિના આરોગ્ય, ધન, સંબંધો અને જીવનની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે. જ્યારે જન્મકુંડળીમાં બધા ગ્રહો રાહુ (Rahu) અને કેતુ (Ketu) વચ્ચે આવી જાય ત્યારે આ દોષ બને છે. આ દોષના કારણે વ્યક્તિને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

કાળસર્પ દોષના લક્ષણો

  • કામમાં વારંવાર વિઘ્ન
  • આર્થિક નુકસાન (Financial Loss)
  • ખરાબ સપનાઓ (Nightmares), ખાસ કરીને સાપના સપનાઓ
  • લગ્નમાં વિલંબ (Delayed Marriage)
  • કોર્ટ-કચેરીના મામલાઓમાં ફસાવ
  • થાક, ચિંતા અને ઊંઘની ઉણપ
  • શત્રુઓની સંખ્યા વધવી
    આવા લક્ષણો જો દેખાય તો કુંડળીની તપાસ કરાવવી જરૂરી છે.

ક્યારે બને છે કાળસર્પ દોષ?

આ દોષ ખાસ કરીને રાહુની દશા અથવા ઉપદશા દરમિયાન વધુ અસરકારક બને છે. જ્યારે રાહુ કે કેતુ કુંડળીના અશુભ ભાવોમાં હોય ત્યારે પણ આ દોષની અસર વધી જાય છે. કુલ 12 પ્રકારના કાળસર્પ યોગ હોય છે જેમ કે અનંત, કુલિક, વાસુકી, શંખપાલ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, શંખનાદ, પાતક, વિષધર અને શેષનાગ.

આ સમાચાર પણ વાંચો :  Numerology: આ મૂલાંક વાળા બાળકો માં હોય છે ચાણક્ય જેવી બુદ્ધિ, કહેવાય છે ચંદ્ર સંતાન

કાળસર્પ દોષથી બચાવના ઉપાય

  • કાળસર્પ યોગ નાશક પૂજા (Kaal Sarp Yog Puja) કરાવવી
  • ત્રયોદશી કે અમાવસ્યા પર નાગદેવતાની પૂજા
  • મહાદેવ (Shiva) અને નાગદેવતા માટે રુદ્રાભિષેક
  • કાશી, ત્રયંબકેશ્વર, ઉજ્જૈન જેવા તીર્થસ્થળે વિશેષ પૂજા
  • રાત્રે સાપના સપનાઓ આવે તો “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More