ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
સાઉથથી લઈ બોલિવુડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની લાઇફસ્ટાઇલના કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના સુંદર ફોટોસ અને વીડિયોઝ ચાહકો સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે અને તેના ફોટોસ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. નવા શેર કરેલા ફોટોમાં તેણે લાઇટ ચોકલેટ કલર ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેની સાથે તેણે ટ્રાન્સપરન્ટ હાઈ હિલ ફૂટવેર પહેર્યા છે. આ તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને લાખો લાઇક્સ મળી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાજલ અગ્રવાલે વર્ષ ૨૦૦૪માં એક નાના કેરેક્ટરથી ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’થી ડેબ્યૂ કર્યું હતું. જે પછી કાજલે સાઉથમાં નસીબ અજમાવ્યું અને તામિલ, તેલુગુ ભાષામાં મગાધીરા, આર્યા-2, ડાર્લિંગ, મિસ્ટર પર્ફેક્ટ, વિવેગમ જેવી અનેક સુપરહિટ ફિલ્મ આપી. કાજલે વર્ષ ૨૦૦૪માં ફિલ્મ સિંઘમથી બોલિવુડમાં કમબેક કર્યું હતું. જે પછી સ્પેશ્યિલ 26, દો લફ્ઝોં કી કહાની જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.