Site icon

અમીષા પહેલા, બોલિવૂડ ની આ ટોચ ની અભિનેત્રી ને ‘ગદર’માં મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, સની દેઓલને કારણે તેઓએ ફિલ્મ નકારી કાઢી હતી!

ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' ની સિક્વલ 'ગદર 2' બનવા જઈ રહી છે. આ ફિલ્મે અમીષા ની કારકિર્દીને નવી દિશા આપી. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે અમીષા પહેલી પસંદ નહોતી. અગાઉ અન્ય ઘણી અભિનેત્રીઓ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

kajol aishwarya madhuri reject gadar movie due to sunny deol

અમીષા પહેલા, બોલિવૂડ ની આ ટોચ ની અભિનેત્રી ને 'ગદર'માં મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, સની દેઓલને કારણે તેઓએ ફિલ્મ નકારી કાઢી હતી!

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ ની સિક્વલ ‘ગદર 2’ ટૂંક સમયમાં આવવાની છે. આ ફિલ્મમાં ફરી એકવાર સની દેઓલ અને અમીષા પટેલ લીડ રોલમાં જોવા મળશે. વર્ષ 2001માં આવેલી આ ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે અમીષા ની કારકિર્દીને નવી દિશા આપી. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે અમીષા પહેલી પસંદ નહોતી. અગાઉ અન્ય ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

 

કાજોલે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી

ડાયરેક્ટર અનિલ શર્માએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કાજોલને પહેલા ‘ગદર’ માટે અપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ કાજોલે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. કાજોલ ઉપરાંત ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત ને પણ આ ફિલ્મની ઓફર મળી હતી. પરંતુ બંનેએ ફિલ્મ કરવાની ના પાડી દીધી. કોઈએ સની સાથે કામ કરવામાં રસ ન દાખવ્યો તો કોઈને ફિલ્મની વાર્તા પર ઓછો વિશ્વાસ હતો. ડિરેક્ટર અનિલ શર્માએ પોતે આ વાતોનો ખુલાસો કર્યો છે.

 

આ કારણે માધુરી અને ઐશ્વર્યા એ ફગાવી દીધી ઓફર 

જ્યારે માધુરી દીક્ષિતને ફિલ્મ ‘ગદર’ ઓફર કરવામાં આવી ત્યારે તે તેની કારકિર્દીની ટોચ પર હતી. માધુરીએ અગાઉ સની દેઓલ સાથે ત્રિદેવ ફિલ્મમાં કામ કર્યું હતું. આમ છતાં તેણે સની સાથે કામ કરવાની ના પાડી દીધી. આ ફિલ્મની ઓફર પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયને પણ મોકલવામાં આવી હતી. પરંતુ તે સમયે એશ વિવિધ ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. આ કારણે તેણે આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version