Kajol: કાજોલે દુર્ગા પૂજાના અંતિમ દિવસે પરિવાર સાથે ભવ્ય રીતે ઉજવ્યું સિંદૂર ખેલા,સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિડીયો

Kajol: ન્યાસા અને તનીષા સાથે કાજોલનો પરંપરાગત અંદાજ, રિતુપર્ણા સેંગુપ્તાને લગાવ્યું સિંદૂર

by Zalak Parikh
Kajol Drenched in Sindoor Khela Colors, Bids Farewell to Maa Durga with Family

News Continuous Bureau | Mumbai

Kajol: બોલીવૂડ અભિનેત્રી કાજોલ દર વર્ષે દુર્ગા પૂજાનું આયોજન કરે છે. 2025માં પણ કાજોલ અને તેમના પરિવાર દ્વારા નોર્થ બોમ્બે પંડાલમાં ભવ્ય દુર્ગા પૂજા ઉજવાઈ. પૂજાના અંતિમ દિવસે કાજોલ સિંદૂર ખેલા  કાર્યક્રમમાં ભાગ લેતી જોવા મળી. આ પ્રસંગે કાજોલે રિતુપર્ણા સેંગુપ્તા ને સિંદૂર લગાવ્યું અને પોતે પણ સિંદૂરથી રંગાઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો : The Taj Story: રિલીઝ પહેલા જ ફિલ્મ ધ તાજ સ્ટોરી પર થયો વિવાદ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલે આપી આવી સ્પષ્ટતા

પરિવાર સાથે કાજોલનો પરંપરાગત અંદાજ

કાજોલે સફેદ અને લાલ સાડીમાં પરંપરાગત બંગાળી લુક ધારણ કર્યો હતો. તેની દીકરી ન્યાસા દેવગનપણ પીળા કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી. બંનેએ માતા દુર્ગાની પૂજા કરી અને પંડાલમાં પોઝ આપ્યા. કાજોલની બહેન તનીષા મુખર્જી પણ સાથે હતી, જેણે કાજોલના પગે આશીર્વાદ લીધા.આ પ્રસંગે રાની મુખર્જી, રુપાલી ગાંગુલી, સુમોના ચક્રવર્તી, અજય દેવગન, અને અન્ય સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વિજયાદશમીના દિવસે માતા દુર્ગાને વિદાય આપી અને સિંદૂર ખેલા સાથે ઉત્સવનો અંત આવ્યો. કાજોલ અને તેમના પરિવાર દ્વારા દર વર્ષે આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ કાજોલે ભક્તિ અને પ્રેમથી માતાની પૂજા કરી અને પરિવાર સાથે આનંદમય ક્ષણો વિતાવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More