News Continuous Bureau | Mumbai
Kajol : તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી કાજોલની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. પરંતુ તે ક્યારેક આ તેના એટિટ્યૂડ ને કારણે ઓનલાઈન ટ્રોલિંગનો શિકાર પણ બને છે. હવે, થોડા દિવસો પહેલા કાજોલે મનીષ મલ્હોત્રાની ફેશન ઇવેન્ટમાં હાજરી આપી હતી અને તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વિડિયોમાં તે તેના બેસ્ટી કરણ જોહર સાથે બેસીને વાતચીત કરતી જોઈ શકાય છે. પરંતુ નેટીઝન્સનું ધ્યાન જે વસ્તુએ ખેંચ્યું તે કાજોલની વર્તણૂક હતી કારણ કે તેણી ચહેરા બનાવતી અને થોડી વિચિત્ર વર્તન કરતી જોવા મળી હતી.
કાજોલ ના આ ફની ફેસ બનાવતા વિડીયો પર લોકો એ આપી પ્રતિક્રિયા
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘કાજોલ ના હાવભાવ હોરર ફિલ્મ માટે યોગ્ય છે. તેણીને શાંત કરવાની જરૂર છે’, અન્ય એકે ટિપ્પણી કરી, ‘કાજોલ હું ખરેખર તારા માટે દિલગીર છું, ક્લાસલેસ ‘. એકે તો લખ્યું કે, ‘તે શા માટે માનસિક વિકલાંગ જેવું વર્તન કરી રહી છે’. બીજાએ લખ્યું, ‘કેટલો ભયાનક ચહેરો બનવી રહી છે.’. એકે તો ટિપ્પણી પણ કરી, ‘અસામાન્ય લાગી રહી છે..કાજોલ’. જો કે, તેના ચાહકોએ હાર્ટ ઇમોજીસ સાથે અભિનેત્રી માટે કમેન્ટ પણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Goa Express: ગોવા એક્સપ્રેસ મનમાડ જંક્શન પર 90 મિનિટ વહેલી પહોંચી… રેલવે સ્ટેશની ઓફિસ પર મુસાફરોએ મચાવ્યો હોબાળો… જાણો શું છે સમગ્ર ઘટના..
