News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર (Bollywood actor) અજય દેવગન (Ajay Devgan) અને કાજોલની (Kajol) જોડી બેજોડ છે. સ્ટાર્સ વિશે ઘણી વાર રમુજી વાતો સામે આવે છે. આ દિવસોમાં કાજોલ તેની આગામી ફિલ્મ ‘સલામ વેંકી’ના (Salam venkey) પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં તે રિયાલિટી શો ‘ઝલક દિખલા 10’ (Jhalak Dikhla jaa) ના સેટ પર પહોંચી હતી. ઝલક દિખલા જા 10 ના નવીનતમ પ્રોમોમાં, ફિલ્મ નિર્માતા (Film producer) કરણે અક્ષય કુમારને (Akshay Kumar) કાજોલના ક્રશ તરીકે જાહેર કર્યો છે.
તાજેતરમાં, એક પ્રમોશનલ વીડિયો સામે આવ્યો છે જેમાં કાજોલ શોના ગેસ્ટ તરીકે જજ માધુરી દીક્ષિત (Madhuri Dixit) , કરણ જોહર (Karan Johar) અને નોરા ફતેહી (Nora Fatehi) સાથે મસ્તી કરતી જોવા મળી હતી. નવા વીડિયોમાં તે તેના સારા મિત્ર કરણ સાથે બોન્ડિંગ શેર કરતી જોવા મળી હતી. બંનેએ એક ગેમ પણ રમી હતી જેમાં તેઓ એકબીજા વિશેના પ્રશ્નોના જવાબ આપતા હતા. જ્યારે હોસ્ટ મનીષ પોલે (Manish Paul) કરણને પૂછ્યું કે અજય સર સિવાય કાજોલ મેડમનો બોલિવૂડ ક્રશ કોણ હતો? આના જવાબમાં કરણે એક સ્લેટ બતાવી જેમાં તેણે ‘અક્ષય કુમાર’ લખ્યું હતું. તેના જવાબ પર કાજોલ હસતી જોવા મળી હતી.
Reveal hua Kajol ka Bollywood crush, kaisa laga aapko jaan kar yeh secret? 😍
Dekhiye #JhalakDikhhlaJaa har Sat-Sun, raat 8 baje, sirf #Colors par. Anytime on @justvoot @PypAyurved @LibertyShoesLtd @CadCelebrations @stingind @lovecolorbar pic.twitter.com/ZOzrjiU3Rw
— ColorsTV (@ColorsTV) November 18, 2022
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે. મુંબઈની ખચાખચ ભીડ ભરેલી લોકલમાં પણ એક મહિલા ટિકિટ ચેકર વિના કોઈ શરમ એ પોતાનું કામ કરી રહી છે. વીડિયો થયો વાયરલ.
નોંધનીય છે કે અગાઉ, ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil sharma show) કરણે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તે અને કાજોલ એકવાર ઋષિ કપૂર અને પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયાર સ્ટારર ફિલ્મ ‘હિના’ના (heena) પ્રીમિયર દરમિયાન તેમના ક્રશ અક્ષયને શોધી રહ્યા હતા. કરણે કહ્યું, ‘આખા પ્રીમિયર દરમિયાન કાજોલ અક્ષય કુમારને શોધી રહી હતી અને હું તેનો સહારો બન્યો. કોણ જાણે, કદાચ હું પણ તેને શોધી રહ્યો હતો. અમને છેવટ સુધી અક્ષય મળ્યો નહીં. તમને જણાવી દઈએ કે કાજોલની ‘સલામ વેંકી’ 9 ડિસેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.