Site icon

કાજોલે પોતાનું એપાર્ટમેન્ટ રેન્ટ પર આપ્યું, દર મહિને વસૂલશે આટલું ભાડું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

ફિલ્મો સિવાય બોલિવૂડ સ્ટાર્સ પોતાના ઘર અને પ્રોપર્ટીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. મુંબઈમાં ઘણા સ્ટાર્સના ઘર છે. અને કેટલાક સ્ટાર્સે પોતાનું ઘર ભાડે પણ આપ્યું છે, જેનાથી તેઓ હજારો અને લાખો રૂપિયા કમાય છે. આ દિવસોમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી કાજોલ પોતાના ઘરને લઈને ચર્ચામાં છે. 

કાજોલે તેનું પવઈનું ઘર ભાડે આપ્યું છે.તેણે આ ઘર 90,000 રૂપિયા મહિનાના ભાડા પર આપ્યું છે. એક  વેબસાઇટ અનુસાર, કાજોલના પવઇ એપાર્ટમેન્ટના ભાડા કરારની નોંધણી 3 ડિસેમ્બરે કરવામાં આવી છે. અભિનેત્રીનું આ એપાર્ટમેન્ટ 771 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. કાજોલનું એપાર્ટમેન્ટ પવઈના હિરાનંદાની ગાર્ડનમાં એટલાન્ટિક પ્રોજેક્ટના 21મા માળે આવેલું છે. આ એપાર્ટમેન્ટનું એક મહિનાનું ભાડું 90,000 રૂપિયા છે.દસ્તાવેજો મુજબ, ભાડુઆતે 3 લાખ રૂપિયાની સિક્યોરિટી મની જમા કરાવી છે. એક વર્ષ પછી ભાડું વધારવામાં આવશે. એક વર્ષ પછી તેનું ભાડું 96,750 રૂપિયા પ્રતિ માસ થશે. કાજોલ પતિ અભિનેતા અજય દેવગન સાથે જુહુના શિવશક્તિ બંગલોમાં રહે છે. તેમના આ બંગલાની કિંમત 60 કરોડ છે. કાજોલ અને અજય દેવગનનો આ બંગલો 590 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. 

તમને જણાવી દઈએ કે આજકાલ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સેલેબ્સ પોતાના એપાર્ટમેન્ટ ભાડે આપી રહ્યા છે. કાજોલ પહેલા પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સે પોતાના એપાર્ટમેન્ટ ભાડે આપ્યા હતા. જેકલીન ફર્નાન્ડીઝ પ્રિયંકા ચોપરાની ભાડુઆત છે.તેમજ યે, અમિતાભ બચ્ચને કૃતિ સેનનને 10 લાખ રૂપિયા પ્રતિ મહિના લેખે  ડુપ્લેક્સ ભાડે આપ્યું છે. સલમાન ખાને શિવસ્થાન હાઇટ્સ, બાંદ્રા વેસ્ટમાં પોતાનો એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે. આ માટે તેઓ દર મહિને 95 હજાર રૂપિયા ભાડા તરીકે વસૂલી રહ્યા છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફ કરશે આ ખાસ પ્રોજેક્ટ પર કામ, પહેલીવાર સાથે જોવા મળશે આ જોડી; જાણો વિગત

જણાવી દઈએ કે 1992માં કાજોલે ફિલ્મ ‘બેખુદી’ થી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી, ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. બધા જાણે છે કે કાજોલ ફિલ્મી પરિવારની છે પરંતુ તે પછી તેણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી. મુખ્ય અભિનેત્રી સાથે, કાજોલે ‘ગુપ્ત’ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા પણ ભજવી હતી, જેના માટે તેને શ્રેષ્ઠ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version