Kajol: ત્રણ વર્ષ બાદ મોટા પડદે વાપસી કરી રહી છે કાજોલ, અજય દેવગણ ના પ્રોડકશન હાઉસ માં બનેલી આ ફિલ્મ થી કરશે કમબેક

Kajol: કાજોલ તેના પતિ અને પ્રોડ્યુસર અજય દેવગણ ની ફિલ્મ માં થી મોટા પડદે વાપસી કરી રહી છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાજોલ એ પ્રોડ્યુસર તરીકે અજય દેવગણ કેવો છે તે જણાવ્યું.

by Zalak Parikh
Kajol returns to the big screen after 3 years with horror film Maa

News Continuous Bureau | Mumbai 

Kajol: અભિનેત્રી કાજોલ ત્રણ વર્ષ બાદ ફિલ્મ ‘માં’ દ્વારા મોટા પડદા પર વાપસી કરી રહી છે. છેલ્લી વખત તે 2022માં ‘સલામ વેંકી’ માં જોવા મળી હતી. હવે તે એક હોરર ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જેને અજય દેવગણ અને જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par First Review: સુધા મૂર્તિ એ જોઈ સિતારે જમીન પર, આમિર ખાન ની ફિલ્મ નો રિવ્યુ આપતા કહી આવી વાત

અજય દેવગણ છે અનુભવી પ્રોડ્યુસર: કાજોલ

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કાજોલે કહ્યું કે અજય દેવગણ એક ખૂબ જ અનુભવી પ્રોડ્યુસર છે. તેણે સ્ક્રિપ્ટથી લઈને મ્યુઝિક અને વીએફએક્સસુધી દરેક બાબતમાં ખૂબ ધ્યાન આપ્યું છે. કાજોલે કહ્યું કે અજય કહે છે કે વીએફએક્સની શૂટિંગ એક અલગ રમત છે અને તેમણે ઘણી માહિતી આપી છે.કાજોલે કહ્યું કે “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું હોરર ફિલ્મ કરીશ, પણ હવે અમે અહીં છીએ. મને ભારતીય પૌરાણિક કથાઓ ખૂબ જ પસંદ છે અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ મને ખૂબ જ ગમી. મને લાગે છે કે અમે એક સારી ફિલ્મ બનાવી છે.”

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)


વિશાલ ફુરિયા દિગ્દર્શિત ‘માં’ ફિલ્મ 27 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મને અજય દેવગણ  અને આર. માધવન ની ફિલ્મ ‘શૈતાન’ સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે. કાજોલે કહ્યું કે તે પોતાની વાપસીથી ખૂબ ઉત્સાહિત છે અને દર્શકોના પ્રતિસાદની રાહ જોઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More