News Continuous Bureau | Mumbai
કાજોલ (Kajol) અને અજય દેવગનની (Ajay Devgan) પુત્રી નીસા (Nysa Devgan) દેવગન ભલે બોલિવૂડમાં (Bollywood) સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ઘણી ફેન ફોલોઈંગ છે. નીસા ઘણીવાર પાપારાઝીના (paparazzi) કેમેરામાં જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી નીસા નો દેખાવ સંપૂર્ણ અલગ જોવા મળી રહ્યો છે. દરેક જગ્યાએ તેના ટ્રાન્સફોર્મેશનની (transformation) ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાહકો પણ આ વિશે જાણવા માંગે છે. હવે કાજોલે નીસાના ટ્રાન્સફોર્મેશન વિશે ખુલાસો કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાજોલ કહે છે કે નીસા સુંદરતા અને સ્વાસ્થ્ય (beauty and health) વિશે બધું જ જાણે છે. કાજોલે એ પણ જણાવ્યું કે નીસા અઠવાડિયામાં ત્રણ વાર ફેસ માસ્ક (face mask) લગાવે છે અને તે તેને પણ આ કરવાની સલાહ આપે છે. કાજોલ કહે છે કે તે પણ તેના પિતા અજય દેવગનની જેમ ફિટનેસ પ્રિય (fitness conscious) છે. કાજોલે તેની પુત્રી વિશે વધુમાં જણાવ્યું કે તે જીમ પર નહીં પણ યોગ (Yoga) પર ધ્યાન આપે છે. આ સિવાય તે સવારે ઉઠીને ખાલી પેટે 2 થી 3 ગ્લાસ ગરમ પાણી પીવે છે. આ સિવાય તે ઓટમીલ (Oatmeal) , ફળો અને બાફેલા ઈંડા ખાય છે. બપોરના ભોજનમાં નીસાને બાફેલા શાકભાજી, કઠોળ, લીલું સલાડ અને રોટલી ખાવાનું પસંદ છે. આ સિવાય તે રાત્રિભોજનમાં દાળ-રોટલી, શાક અને સલાડ ખાય છે.
આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો… ગર્લફ્રેન્ડને ન્યાય અપાવવા યુવકે ભર્યું ખતરનાક પગલું, મંત્રાલયના છઠ્ઠા માળેથી લગાવી દીધી છલાંગ. જુઓ વિડીયો
નીસાની ગણતરી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં (popular star kid) થાય છે. તેના બોલિવૂડ ડેબ્યૂની (bollywood debut) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ તેણે પોતાનો 19મો જન્મદિવસ ઉજવ્યો હતો. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અજય દેવગને (Ajay devgan) કહ્યું હતું કે તે પોતાના બાળકોને ક્યારેય નહીં કહે કે તેણે આ કરવું જોઈએ કે નહીં. તેઓ જે કરવા ઈચ્છે છે તે કરી શકે છે.