Site icon

કાજોલે જાહેર કર્યું તેની ‘ગોરી ત્વચા’નું રહસ્ય! ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને ટ્રોલ્સ ને આપ્યો મુંહતોડ જવાબ

કાજોલે કહ્યું હતું કે તે ટ્રોલિંગ ને ગંભીરતાથી લેતી નથી. ક્યારેક કાજોલ તેની સુંદરતા માટે ટ્રોલ પણ થાય છે. હવે આના પર તેણે ટ્રોલ્સ ને જડબાતોડ જવાબ આપ્યો છે.

kajol reveals her fair skin secret gives trolls a savage reply

કાજોલે જાહેર કર્યું તેની 'ગોરી ત્વચા'નું રહસ્ય! ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને ટ્રોલ્સ ને આપ્યો મુંહતોડ જવાબ

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી કાજોલ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. કાજોલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના અને તેના પરિવાર સાથે જોડાયેલી તસવીરો અને માહિતી તેના ફેન્સ સાથે શેર કરે છે. આ સાથે તે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને પોતાની પ્રોફેશનલ લાઈફ વિશે પણ માહિતગાર કરે છે. થોડા મહિના પહેલા કાજોલે કહ્યું હતું કે ટ્રોલિંગ સોશિયલ મીડિયાનો એક ભાગ બની ગયું છે અને તે ટ્રોલિંગ ને ગંભીરતાથી લેતી નથી. ક્યારેક કાજોલ તેની સુંદરતા માટે ટ્રોલ પણ થાય છે. હવે આના પર તેણે ટ્રોલ્સ ને જડબાતોડ જવાબ આપ્યો છે.

Join Our WhatsApp Community

 

કાજોલે શેર કરી પોસ્ટ 

વાસ્તવમાં, કાજોલે તેની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેણે તડકાથી બચવા માટે ચશ્મા પહેર્યા છે અને તે વાદળી ટી-શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટો એક સ્ટોરમાં ક્લિક કરવામાં આવ્યો હતો. આ તસવીર શેર કરીને કાજોલે ટ્રોલ પર નિશાન સાધ્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું, ‘તે બધા માટે જેઓ મને પૂછે છે કે હું આટલી ગોરી  કેવી રીતે બની #sunblocked #strongspf.” ટ્રોલ્સને ચૂપ કરવા માટે કાજોલની આ સ્ટાઈલ ની ઘણી ચર્ચા થઈ છે. તમને જણાવી દઈએ કે આ લુકમાં કાજોલને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે..

 કાજોલ અગાઉ પણ ‘ગોરી ત્વચા’ વિશે વાત કરી ચૂકી છે

કાજોલે તેના એક ઈન્ટરવ્યુમાં ‘ફેર સ્કિન’ વિશે પણ વાત કરી હતી. તેણે આ વિશે કહ્યું હતું કે, “મેં સ્કિન ગોરી કરવાની કોઈ સર્જરી નથી કરી. હું માત્ર સૂર્યપ્રકાશથી દૂર રહી છું. મારા જીવનના 10 વર્ષ સુધી મેં તડકામાં કામ કર્યું, જેના કારણે મારી ત્વચા પર ટેનિંગ આવી ગયું. પરંતુ હવે હું તડકામાં વધારે કામ કરતી તેથી મારી ત્વચા એ પ્રમાણે અનુકૂળ થઈ ગઈ છે. આ કોઈ ચમત્કારિક ત્વચા ગોરી કરવાની શસ્ત્રક્રિયા નથી. તે માત્ર ઘરે જ કરવામાં આવતી સર્જરી છે.”

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version