Kajol: જાણો કાજોલ ના કયા વર્તન પર તેના બાળકો ને આવે છે ચીઢ? અભિનેત્રી એ કર્યો ખુલાસો

Kajol: કાજોલ એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ખુલાસો કર્યો હતો કે તેના એક વર્તન ના કારણે તેના બાળકો તેનાથી ચિઢાઈ જાય છે.

by Zalak Parikh
Kajol Reveals Her Kids Feel Embarrassed by Her Cheerful Behavior During Their Performances

News Continuous Bureau | Mumbai 

Kajol: બોલીવૂડ અભિનેત્રી કાજોલ તાજેતરમાં પોતાની નવી ફિલ્મ ‘માં’  અને પોતાના બાળકો સાથેના સંબંધો અંગે ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં કાજોલે કહ્યું કે જ્યારે તે પોતાના બાળકો ના પરફોર્મન્સ દરમિયાન ખૂબ ઉત્સાહથી ચીયર કરે છે, ત્યારે તેના બાળકો શરમાવા ની સાથે સાથે ચિઢાઈ પણ જાય છે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan Health: આ ગંભીર બીમારી થી પીડાઈ રહ્યો છે સલમાન ખાન, ભાઈજાન એ પોતે તેના હેલ્થ ને લઈને કર્યો ખુલાસો

“હું ‘કભી ખુશી કભી ગમ’ની અંજલિ જેવી જ છું” – કાજોલ

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં કાજોલે કહ્યું કે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં જેમ અંજલિ પોતાના બાળક માટે ઉત્સાહ બતાવે છે, તેમ જ તે રિયલ લાઈફમાં પણ કરે છે. “હું યૂગ ની મ્યુઝિકલ પરફોર્મન્સ અને નિસા ના સ્ટેજ શો દરમિયાન ઊભી રહીને તાળી વગાડતી હતી, ત્યારે નિસા એ મને સંકેત આપ્યો કે ‘મમ્મી બેસી જા!’” કાજોલે કહ્યું કે “મારા બાળકો મારા ઉત્સાહથી શરમાય અને ચિઢાય પણ છે, પણ હું મારા ભાવો છુપાવી શકતી નથી. હું મારી દરેક પળને પૂરી રીતે જીવીશ.”

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


કાજોલની આગામી ફિલ્મ ‘માં’  એક માઇથોલોજિકલ હોરર ફિલ્મ છે આ ફિલ્મ 27 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More