Site icon

Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?

Two Much With Kajol And Twinkle: ટોક શો 'ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ'માં કાજોલે લગ્ન પર આપ્યું ચોંકાવનારું નિવેદન

Kajol Says Marriages Should Have Expiry Date and Renewal Option, Twinkle Khanna Reacts

Kajol Says Marriages Should Have Expiry Date and Renewal Option, Twinkle Khanna Reacts

News Continuous Bureau | Mumbai

Two Much With Kajol And Twinkle: બોલીવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં પોતાના ટોક શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ ને લઈને ચર્ચામાં છે. શોના તાજા એપિસોડમાં કાજોલે લગ્ન  અંગે એવો મત વ્યક્ત કર્યો કે સૌ કોઈ ચોંકી ગયા. તેમણે કહ્યું કે લગ્નમાં એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ નો વિકલ્પ હોવો જોઈએ. આ નિવેદન પર ટ્વિંકલ ખન્ના એ મજાકમાં કહ્યું: “આ લગ્ન છે, વોશિંગ મશીન નહીં!”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ

 કાજોલનો મત: “સાચા વ્યક્તિની ગેરંટી નથી”

કાજોલે પોતાના નિર્ણય પર સ્પષ્ટતા કરતાં કહ્યું: “મને લાગે છે કે આ જરૂરી છે. શું ગેરંટી છે કે તમે સાચા સમયે સાચા વ્યક્તિ સાથે લગ્ન કરશો? જો એક્સપાયરી ડેટ હશે તો કોઈને લાંબા સમય સુધી મુશ્કેલી નહીં પડે.” તેમણે ટ્વિંકલને પણ ગ્રીન ઝોનમાં આવવા મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્વિંકલ પોતાના મત પર અડગ રહી.આ જ સેગમેન્ટમાં બીજો પ્રશ્ન હતો: “શું પૈસાથી ખુશી ખરીદી શકાય?” આ વખતે ટ્વિંકલ ખન્ના અને વિક્કી કૌશલ એ હા કહીને ગ્રીન ઝોન પસંદ કર્યો. જ્યારે કાજોલે અસહમતિ દર્શાવી અને કહ્યું કે પૈસા ઘણીવાર સાચી ખુશીથી દૂર લઈ જાય છે. કૃતિ સેનન એ થોડું વિચાર્યા બાદ સ્વીકાર્યું કે પૈસાથી થોડી ખુશી ખરીદી શકાય છે.


ગેમ બાદ ટ્વિંકલ ખન્નાએ મજાકમાં કહ્યું કે “સૌથી સારા મિત્રો એકબીજાના એક્સને ડેટ ન કરે.” ત્યારબાદ તેમણે કાજોલને ગળે લગાવીને કહ્યું: “અમારો એક કોમન એક્સ છે, પરંતુ અમે કહી શકતા નથી.” આ સાંભળીને કાજોલ હસવા લાગી અને ટ્વિંકલને ચુપ રહેવા કહ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version