Kalki 2 Update: પ્રભાસની ‘કલ્કિ ૨’ માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું,શું સાઉથ ની આ સુંદરી લેશે ‘સુમતી’ ની જગ્યા?

Kalki 2 Update: પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ થશે; દીપિકા અને મેકર્સ વચ્ચે અણબનાવની અફવાએ જોર પકડ્યું

by Zalak Parikh
Kalki 2 Update: Deepika Padukone Out, Sai Pallavi to Join Prabhas Starrer? Know Shooting Start Date

News Continuous Bureau | Mumbai

Kalki 2 Update: સુપરસ્ટાર પ્રભાસની સુપરહિટ ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ ના બીજા ભાગ એટલે કે ‘કલ્કિ 2’ (Kalki 2) ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, આ વખતે ફિલ્મમાં દીપિકા પાદુકોણ જોવા મળશે નહીં. પ્રથમ ભાગમાં દીપિકાના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ સીક્વલમાંથી  તેની એક્ઝિટના સમાચારથી ચાહકો આશ્ચર્યમાં છે. તેની જગ્યાએ હવે દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા અને ફિલ્મના મેકર્સ વચ્ચે કેટલાક કારણોસર વાત બની શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘કલ્કિ 2’ માં તેના પાત્રની લંબાઈ ઘટાડવામાં આવી રહી હતી, જેનાથી તે ખુશ નહોતી. આ ઉપરાંત, ડેટ્સ અને અન્ય પ્રોજેક્ટ્સની કમિટમેન્ટને કારણે પણ મુશ્કેલીઓ ઉભી થઈ હતી. જોકે, હજુ સુધી મેકર્સ તરફથી દીપિકાના બહાર થવા કે સાઈ પલ્લવીની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar on Karisma Kapoor: શું કરિશ્મા કપૂર છે બોલિવૂડની સૌથી મોટી લેન્ડલેડી? અક્ષય કુમારે મજાકમાં કરી દીધી મોટી વાત, જાણીને તમે પણ રહી જશો દંગ!

ફેબ્રુઆરીથી શરૂ થશે શૂટિંગનો ધમધમાટ

 ડિરેક્ટર નાગ અશ્વિને આ ભવ્ય પ્રોજેક્ટને આગળ વધારવા માટે કમર કસી લીધી છે. અહેવાલો મુજબ, પ્રભાસ 2 ફેબ્રુઆરી 2026 થી ‘કલ્કિ 2’ ના બીજા શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. પ્રથમ ભાગની જબરદસ્ત સફળતા બાદ બીજા ભાગમાં વાર્તાને વધુ ઊંડાણપૂર્વક અને મોટા સ્કેલ પર બતાવવાની તૈયારી છે. આ સમાચાર બાદ પ્રભાસના ફેન્સમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Tollywood Tales (@tollywood_taless)


સાઈ પલ્લવી પોતાની સાદગી અને દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. જો તે આ મેગા પ્રોજેક્ટનો હિસ્સો બને છે, તો તે તેના કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો પાન-ઇન્ડિયા પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે. નાગ અશ્વિને પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે ‘કલ્કિ’ ની દુનિયા ઘણી મોટી છે અને વાર્તામાં ઘણા નવા પાત્રો ઉમેરાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More