Kalki 2898 ad: કલ્કી 2898 એડી નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ,અમિતાભ બચ્ચન ના પાત્ર ના નામ પરથી ઉઠ્યો પડદો

Kalki 2898 ad: કલ્કી 2898 એડી નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઇ ગયું છે.આ સાથે જ આ ફિલ્મ માંથી અમિતાભ બચ્ચન ના પાત્ર નો પણ ખુલાસો થયો છે. આ ફિલ્મ બહુ જલ્દી જ સિનેમાઘરો માં રિલીઝ થવાની છે.

by Zalak Parikh
kalki 2898 ad amitabh bachchan to play ashwathama

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: ‘કલ્કી 2898 એડી’ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, દિશા પટની અને  જેવા સ્ટાર્સ જોવા મળશે. એવામાં ફિલ્મ ના મેકર્સ એ એક ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચન ના પાત્ર નો ખુલાસો થયો છે. આ વિડીયો અમિતાભ બચ્ચન ના ઇન્ટ્રોડક્શન નો છે. જેમાં તેઓ ફિલ્મ માં કઈ ભૂમિકા ભજવી રહ્યા છે તે જાહેર કરવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Ranveer singh: રણવીર સિંહ થયો ડીપફેક વિડીયો થી પરેશાન, સોશિયલ મીડિયા પર લોકો ને આપી આવી સલાહ

 

‘કલ્કી 2898 એડી’ નું ટીઝર 

અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ના ટીઝર નો વિડીયો શેર કર્યો છે. વિડીયો ની શરૂઆત અમિતાભ બચ્ચન ના પટ્ટી વાળા લુક થી થાય છે. આ સાથે એક નાનો બાળક પણ જોવા મળી રહ્યો છે જે અમિતાભ બચ્ચન ને સવાલ પૂછી રહ્યો છે. આના જવાબમાં અમિતાભ બચ્ચન કહેતા જોવા મળે છે, ‘મારો સમય આવી ગયો છે. મારા અંતિમ યુદ્ધનો સમય આવી ગયો છે. ‘હું સદીઓથી આ અવતારની રાહ જોઈ રહ્યો હતો. હું ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છું.’ 

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)


નાગ અશ્વિન કલ્કિ 2898 એડીનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે.આ ફિલ્મ 9 મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More