News Continuous Bureau | Mumbai
Kalki 2898 ad: પ્રભાસ ની આગામી ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં પ્રભાસ સાથે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે.કલ્કિ ના મેકર્સ આ ફિલ્મને આ વર્ષે મે મહિનામાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ના નિર્માતા-નિર્દેશક આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ કરશે. હવે નિર્દેશક નાગ અશ્વિને આ ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ના લગ્ન માં બડે મિયાં છોટે મિયાં એ લૂંટી લાઈમલાઈટ, વિડીયો થયો વાયરલ
‘કલ્કી 2898 એડી’ ની વાર્તા
તાજેતરમાં નાગ અશ્વિને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તેમને ફિલ્મ વિશે ઘણી વાતો કરી હતી. નાગ અશ્વિન ને જયારે પૂછવામાં આવ્યું કે તેમને આ ફિલ્મ નું નામ ‘કલ્કી 2898 એડી’ શા માટે રાખ્યું છે. જેના જવાબ માં નિર્દેશકે કહ્યું,, ‘અમારી ફિલ્મ મહાભારતથી શરૂ થાય છે અને 2898 માં પૂરી થાય છે. આ ફિલ્મનું ટાઈટલ છે. તેને ‘કલ્કિ 2898 એડી’ કહેવામાં આવે છે. તે સમય પ્રમાણે 6000 વર્ષનું અંતર ધરાવે છે. જો આપણે 2898 એડીથી 6000 વર્ષ પાછળ જઈએ તો આપણે 3102 બીસી સુધી પહોંચીશું, તે સમયે છેલ્લા અવતાર ભગવાન કૃષ્ણના યુગનો અંત આવ્યો હશે અમે એવી દુનિયા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ત્યાં અસ્તિત્વમાં છે, તે કેવું હોઈ શકે તેની કલ્પના કરીને. અમે તેને હજુ પણ ભારતીય સ્તરે રાખીશું અને અમારો પડકાર તેને ‘બ્લેડ રનર’ એટલે કે હોલીવુડ સાયન્સ ફિક્શન જેવો બનાવવાનો નથી.’
The story that ended 6000 years ago.
𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐌𝐚𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒.The future unfolds. #Kalki2898AD@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonMay9 pic.twitter.com/gXsOWTqH7X
— Kalki 2898 AD (@Kalki2898AD) January 12, 2024
તમને જણાવી દઈએ કે, ‘કલ્કી 2898 એડી’ હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત સાયન્સ ફિક્શન ફિલ્મ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)