News Continuous Bureau | Mumbai
Kalki 2898 ad: સાલાર બાદ લોકો હવે પ્રભાસ ની આગામી ફિલ્મ કલ્કી 2898 એડી ની રાહ જોઈ રહ્યા છે. નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કી 2998 એડી’ માં પ્રભાસ ઉપરાંત દિપક પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ની નવી રિલીઝ જાહેર કરવામાં આવી હતી.પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મ હવે 9 મે, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દરમિયાન ફિલ્મ ના ત્રણ માસ્ક્ધારી પાત્રો શાહરૂખ ખાનના બંગલા મન્નત ની બહાર જોવા મળ્યા હતા. શાહરૂખના ચાહકોનું કહેવું છે કે આખરે પ્રભાસની ફિલ્મ માટે પણ શાહરુખ ના નામની જરૂર પડી
કલ્કી 2898 એડી ના ત્રણ પાત્રો મન્નત ની બહાર જોવા મળ્યા
પ્રભાસની આગામી સાય-ફાઇ એક્શન એન્ટરટેઇનર કલ્કી 2898 AD ના ત્રણ માસ્કધારી પાત્રો મુંબઈમાં શાહરૂખના વૈભવી બંગલા મન્નતની બહાર જોવા મળ્યા હતા. તેની તસવીર સોશિયલ મીડિઅય પર ધૂમ મચાવી રહી છે. આ તસવીર માં જોવા મળે છે કે, મન્નતના ગેટ ની બહાર પર બંદૂક સાથે ત્રણ માસ્ક પહેરેલા માણસો ઉભા છે. તેમાંના એક ના હાથ માં ફિલ્મ નું પોસ્ટર છે. જેમાં ફિલ્મ ની નવી રિલીઝ તારીખ 9 મે, 2024 લખેલું છે.
Kalki Promotion Outside #Mannat 😭😂 pic.twitter.com/pbMEbkOal8
— 👸Sharania Jhanvi𓀠 (@SharaniaJ) January 12, 2024
સોશિયલ મીડિયા પર આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે અને શાહરુખ ખાન ના ચાહકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સાલાર પછી ફરી એકવાર શાહરુખના નામે પ્રમોશન., અન્ય એકે લખ્યું, ‘તેઓ જાણે છે કે મન્નત તેમના કરતા મોટી બ્રાન્ડ છે, શાહરુખને તો ભૂલી જાઓ.’ આ રીતે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાંથી બહાર આવતા જ વિકી જૈન ની માતા એ કર્યો મોટો ખુલાસો, અંકિતા અને વિકી જૈન ના લગ્ન વિશે કહી આવી વાત