ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
બૉલિવુડ ઍક્ટ્રેસ કંગના રનોટના પાસપૉર્ટ રિન્યુ મામલે આજે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી થવાની છે. પાસપૉર્ટ ઑથૉરિટીએ કંગનાનો પાસપૉર્ટ રિન્યુ કરવા માટે ઇનકાર કર્યો છે. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવાના મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કંગના અને તેની બહેન રંગોલી ઉપર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંગનાએ પહેલાં પણ કોર્ટમાં યાચિકા આપીને FIR દાખલ કરવા અંગે માગ કરી કરી હતી. કંગનાએ યાચિકામાં જણાવ્યું હતું કે તેના કોઈ પણ ટ્વીટ્સ દ્વારા કોઈ હિંસા થઈ ન હતી.
કોના જેવી દેખાય છે વિરુષ્કાની દીકરી વામિકા?આ રહ્યો જવાબ, જાણો અહીં
કંગનાનો પાસપૉર્ટ ૧૫ સપ્ટેમ્બરે એક્સ્પાયર થઈ રહ્યો છે અને કંગનાને એની આગામી ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ કરવા June 15થી August 20 સુધી બુડાપેસ્ટ માટે ટ્રાવેલ કરવાનું છે. એથી કંગનાએ પાસપૉર્ટ Regional ઑફિસમાં પાસપૉર્ટ રિન્યુ કરવા માટે ઍપ્લિકેશન આપી દીધી છે. જોકે પાસપૉર્ટ ઑથૉરિટીએ કંગનાનો પાસપૉર્ટ રિન્યુ કરવાથી ઇનકાર કરી દીધો છે. એથી કંગનાએ હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.