News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના રનૌતની હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. એક વ્યક્તિનો દાવો છે કે આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે અરજદારનું નામાંકન પત્ર ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યું હતું. આ પછી કોર્ટે કંગના રનૌતને નોટિસ મોકલીને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Aishwarya rai and Abhishek bachchan: શું ઐશ્વર્યા અને અભિષેક નું ઘર તોડવા પાછળ કારણભૂત છે પરિવાર નો આ સભ્ય? સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર થયું ગરમ
કંગના રનૌત ને મળી નોટિસ
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કંગના એ મંડી લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74,755 વોટથી હરાવીને જીત મેળવી હતી. કંગના ની ચૂંટણી રદ કરવાની માંગ કરતા એક અરજદાર એ કહ્યું કે રિટર્નિંગ ઓફિસર દ્વારા તેમનું નોમિનેશન પેપર ખોટી રીતે રદ્દ કરવામાં આવ્યું છે અને તેમને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ આરોપો એકદમ ગંભીર છે અને કોર્ટ તેના પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે.અરજદાર વન વિભાગના ભૂતપૂર્વ કર્મચારી છે. તેમનું કહેવું છે કે તેમને અકાળ નિવૃત્તિ મળી છે અને તેથી તેમણે રિટર્નિંગ ઓફિસરને તેમના નોમિનેશન ફોર્મ સાથે ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ લેણાં નહીં હોવાનું પ્રમાણપત્ર રજૂ કર્યું. જો આ સમયે તેમના કાગળો સ્વીકારવામાં આવ્યા હોત તો તેઓ કંગના રનૌતને હરાવીને ચૂંટણી જીતી શક્યા હોત.
BREAKING:
Himachal Pradesh High Court issues notice to BJP MP Kangana Ranaut over petition challenging her election from Mandi Lok Sabha seat. Petitioner alleges her nomination was accepted incorrectly after his own was wrongly rejected. #KanganaRanaut #MandiLokSabha pic.twitter.com/M9QQdUgalc
— Smriti Sharma (@SmritiSharma_) July 25, 2024
અરજદાર ની આ અરજી બાદ જસ્ટિસ એ કંગના રનૌતને નોટિસ ફટકારી છે. સાથે જ આ મામલે 21મી ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)