Site icon

Kangana ranaut: કંગના રનૌતે રચ્યો ઇતિહાસ, તોડી 50 વર્ષ જૂની પરંપરા, લાલ કિલ્લાના મેદાનમાં કર્યું રાવણનું દહન

Kangana ranaut: થોડા દિવસ પહેલા બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે કે તે 24 ઓક્ટોબરે લાલ કિલ્લા પર આયોજિત રામલીલામાં ભાગ લઈ રહી છે તેમજ તે રાવણ દહન પણ કરશે.

kangana ranaut doing ravan dahan at delhi ramleela maidan she becomes first women to doing this

kangana ranaut doing ravan dahan at delhi ramleela maidan she becomes first women to doing this

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: નવરાત્રી બાદ દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.આ પાવન અવસર પર  કંગના રનૌત દિલ્હીની પ્રખ્યાત લવ કુશ રામલીલામાં રાવણ દહન માટે લાલ કિલ્લા પર પહોંચી હતી. કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેણે રાવણના પૂતળાને અગ્નિદાહ આપ્યો હતો.દિલ્હીની લવ કુશ રામલીલા કમિટીના પ્રમુખે જણાવ્યું કે, લાલ કિલ્લા પર દર વર્ષે આયોજિત ઈવેન્ટના 50 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ મહિલાએ તીર ચલાવીને રાક્ષસ રાજાને માર્યો હોય. તમને જાણવી દઈ કે, કંગના એ તીર ચલાવ્યું અને રાવણના પૂતળાને આગ લગાવી તેમજ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા.

Join Our WhatsApp Community

 

કંગના એ કર્યું રાવણ દહન 

24 ઓક્ટોબરની સાંજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બોલિવૂડ સ્ટાર કંગના રનૌતે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળાનું દહન કર્યું હતું. આ કાર્યક્રમના 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાએ રાવણના પૂતળાનું દહન કર્યું હતું. ફટાકડા પર સરકારના પ્રતિબંધના કારણે 8 ટ્રેક ડીજીટલ ડોલ્બી સાઉન્ડ સીસ્ટમની મદદથી ફટાકડા ફોડવામાં આવ્યા હતા.


તમને જણાવી દઈએ કે, આ અગાઉ ફિલ્મ સ્ટાર અજય દેવગન અને જોન અબ્રાહમ પણ અહીં આવી ચુક્યા  છે. ગયા વર્ષે પ્રભાસે રાવણનું દહન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 માં ભાગ લેવો સના રઈસ ખાન ને પડ્યો ભારે, આર્યન ખાન ની વકીલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version