Site icon

પંગા કવીન કંગના રનૌતને એક ટ્વિટ પડ્યું ભારે, કોર્ટે તેના વિરૂધ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો… જાણો શું છે સમગ્ર મામલો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 
મુંબઈ
10 ઓક્ટોબર 2020
બોલિવૂડની પંગા કવીન કંગના રનૌતની મુશ્કેલી વધી રહી છે. કર્ણાટકની એક અદાલતે કંગના રનૌત વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કર્ણાટક કોર્ટે આ આદેશ કંગના રણોતે ખેડૂત આંદોલન વિરુદ્ધ વિવાદિત ટ્વીટ બદલ આપ્યો છે. કર્ણાટકના તુમ્કુરમાં ન્યાયિક મેજિસ્ટ્રેટે શુક્રવારે સંસદમાં પસાર થયેલા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલન અંગે કંગનાની ટ્વીટ વિરુદ્ધ ક્યથસાન્દ્રા પોલીસ સ્ટેશનને એફઆઈઆર નોંધવા સૂચના આપી છે. અદાલતે ન્યાયિક પોલીસ સ્ટેશનને કંગના સામે કેસ નોંધવા નિર્દેશ આપ્યો છે. 

Join Our WhatsApp Community

આ કિસ્સામાં, કંગના રનૌત પર કૃષિ બિલનો વિરોધ કરનારા ખેડૂતોનું અપમાન કરવાનો આરોપ છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, કંગનાએ પોતાના ટ્વીટ દ્વારા કૃષિ બિલનો વિરોધ કરતા ખેડૂતોનું અપમાન કર્યું છે. કંગના પર આરોપ મૂકાયો છે કે તે યુવાનોના મનમાં દંગલ અને  હિંસાને પ્રોત્સાહન આપવા માટે આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપે છે. આપને જણાવી દઈએ કે ફરિયાદીએ કંગના સામે આઈપીસીની કલમ 153 એ, 504, 108 હેઠળ ફોજદારી કેસની માંગ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો…
 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમલમાં મૂકાયેલા કૃષિ બીલો અંગે એક ટ્વીટ કર્યું હતું અને 20 સપ્ટેમ્બરે રનૌતનાં ટ્વિટર હેન્ડલ 'કંગના ટીમ' પરથી કહ્યું હતું કે 'વડા પ્રધાન, કોઈ સૂઈ રહ્યું છે તે જાગૃત થઈ શકે છે, જે ગેરસમજ તેને સમજાવી શકાય છે, પરંતુ સૂવાનું નાટક કરે, નાસમજની એક્ટિંગ કરે તેને તમારા સમજાવવાથી શું ફરક પડશે. આ એજ આતંકી છે સીએએથી એક પણ વ્યક્તિની સિટિજનશિપ ગઇ નહોતી, પરંતુ તેમણે લોહીની નદીઓ વહાવી દીધી હતી. કંગનાના આ ટ્વીટની આકરી ટીકા થઈ હતી. ત્યારબાદ કંગનાએ 21 સપ્ટેમ્બરના રોજ ખુલાસો આપ્યો હતો. તેણે કહ્યું, શ્રી કૃષ્ણની જેમ નારાયણીની સૈન્ય હતી, તેમ પપ્પુની પણ એક ચંપુ સૈન્ય છે, જે ફક્ત અફવાઓના આધારે લડવાનું જાણે છે, જો કોઈએ સાબિત કર્યું કે મેં ખેડુતોને આતંકવાદી કહ્યા છે, તો હું માફી માંગીશ અને ટ્વિટરને કાયમ માટે છોડી દઇશ.

Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો
Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ
Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં
Exit mobile version