આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલીવુડની પંગા કવીન કંગના રનૌત(Kangana Ranaut)ને ડેન્ગ્યુ(Dengue) થઈ ગયો છે. આ વાતની જાણકારી કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ(Production House Manikarnika Films)ની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. આ પોસ્ટમાં ટીમે એ પણ જણાવ્યું કે હાઈ ફીવર(fever) હોવા છતાં પણ કંગના પોતાના અપકમિંગ પ્રોજેક્ટ(Upcoming project)ના સેટ પર કામ કરી રહી છે. મણિકર્ણિકા ફિલ્મ્સની ટીમે કંગના રનૌતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કર્યા છે.

Join Our WhatsApp Community

આ ફોટોઝમાં કંગના રનૌત બીમાર(ill) હોવા છતાં કામ કરતી જોઈ શકાય છે. ફોટોઝના કેપ્શનમાં લખ્યું છે, જ્યારે તમને ડેન્ગ્યુ થાય છે તો તમારા વ્હાઈટ બ્લડ સેલ કાઉન્ટ(white blood cell count) ઝડપથી ઘટી જાય છે અને તીવ્ર તાવ આવે છે. આ કન્ડિશનમાં પણ જો તમે કામ કરો છો તો તે જનૂન નથી પણ ગાંડપણ છે. 

 આ સમાચાર પણ વાંચો : ફોટોગ્રાફ ક્વીન જાવેદ ઉર્ફીની તબિયત લથડી- હોસ્પિટલમાં તબિયત નાજુક

ટીમે પોસ્ટમાં આગળ લખ્યું, અમારી ચીફ કંગના રનૌત(Kangana Ranaut) આમ પણ ઇન્સ્પિરેશન છે. મેમ જલ્દીથી સાજા થઈ જાવ. મોર પાવર ટુ ક્વીન. તેના જવાબમાં કંગનાએ સ્ટોરી પર ટીમની પોસ્ટને રી-પોસ્ટ કરી લખ્યું, થેંક્યું ટીમ મણિકર્ણિકા ફિલ્મ્સ. શરીર બીમાર થાય છે, આત્મા નહીં. આટલા શબ્દો માટે આભાર.

કંગના અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ઇમર્જન્સી(Upcoming fil emergency)ના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગના આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી(Indira Gandhi)ની ભૂમિકામાં જોવા મળશે. તે સિવાય ફિલ્મમાં શ્રેયસ તલપડે(Shreyas Talpade) પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને અનુપમ ખેર(Anupam Kher) ક્રાંતિકારી નેતા જેપી નારાયણની ભૂમિકામાં જોવા મળશે.

 આ સમાચાર પણ વાંચો : જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક- દિલ્હી એઈમ્સમાં દાખલ- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

થોડા દિવસ અગાઉ કંગના રનૌત (ઈન્દિરા ગાંધી), અનુપમ ખેર (જેપી નારાયણ) અને શ્રેયસ તલપડે (અટલ બિહારી વાજપયી)ના ફિલ્મથી ફર્સ્ટ લુક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. ફેન્સને ત્રણેય લુક ઘણા પસંદ આવ્યા હતા અને બધાએ વખાણ કર્યા હતા. એક્ટિંગની સાથે કંગના રનૌત આ ફિલ્મનું ડાયરેક્શન પણ જાતે કરી રહી છે. એટલું જ નહીં કંગના આ ફિલ્મને પોતાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બનાવી રહી છે. ફિલ્મ ૨૫ જૂન ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. અત્યારે આ ફિલ્મનું શૂટિંગની તૈયારીઓ ચાલી રહી છે.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version