News Continuous Bureau | Mumbai

Kangana Ranaut: રાજા રઘુવંશી કેસ પર આવી કંગના રનૌત ની પ્રતિક્રિયા, સોનમ રઘુવંશી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અભિનેત્રી એ કહી આવી વાત

Kangana Ranaut: અભિનેત્રી અને સાંસદ કંગનાએ સોશિયલ મીડિયા રાજા રઘુવંશી કેસ પર પોતાનો ગુસ્સોવ્યકત કરતા, કહ્યું - "મૂર્ખતા સૌથી મોટો ખતરો છે"

Kangana Ranaut lashes out over Raja Raghuvanshi murder case

News Continuous Bureau | Mumbai 

Kangana Ranaut: બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે તાજેતરમાં રાજા રઘુવંશી હત્યા કેસ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરીને કહ્યું કે, “શું એક છોકરી પોતાના માતા-પિતાથી ડરીને લગ્ન માટે ના ના કહી શકે? પરંતુ પ્રેમી સાથે મળીને પતિની હત્યા ની યોજના બનાવી શકે છે?” કંગનાએ આ ઘટનાને ક્રૂર અને અમાનવીય ગણાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Housefull 5 OTT Release: થિયેટર માં ધૂમ મચાવી રહેલી હાઉસફુલ 5 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

કંગનાનું નિવેદન: “મૂર્ખતા સૌથી મોટો ખતરો”

કંગનાએ પોતાના પોસ્ટમાં લખ્યું કે, “સમાજમાં મૂર્ખ લોકોને હાસ્યનો વિષય માનવામાં આવે છે, પરંતુ એ લોકો સૌથી વધુ ખતરનાક હોય છે. બુદ્ધિશાળી લોકો પોતાના ફાયદા માટે નુકસાન કરે છે, પણ મૂર્ખોને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે.” કંગનાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું છે.


29 વર્ષીય રાજા રઘુવંશીની હત્યા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. માહિતી મુજબ, લગ્નના થોડા દિવસો બાદ રાજા અને તેની પત્ની સોનમ મેઘાલયના શિલૉંગ હનીમૂન પર ગયા હતા. ત્યાં સોનમે પોતાના પ્રેમી અને બે અન્ય સાથીઓ સાથે મળીને રાજા ની હત્યા કરી. બાદમાં સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. શિલૉંગ પોલીસએ ત્રણ આરોપીઓ સામે ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી છે અને ચોથો આરોપી મધ્ય પ્રદેશના સાગરથી પકડાયો છે. રાજા અને સોનમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો વધુ દુઃખી થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જે લગ્ન પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક લાગતા હતા, તે હવે એક ડરાવનારી હકીકત બની ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version