ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
બોલિવૂડની ક્વીન અભિનેત્રી કંગના રનૌતની ટીમ સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌત આગળ આવીને સુશાંતના મોત અને તેની કારકિર્દી બગાડવાનો બોલિવૂડમાં ફિલ્મ માફિયાઓ પર આરોપ લગાવ્યો હતો સાથે કંગના એ એવી પહેલી અભિનેત્રી હતી જેણે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી.હવે સોશિયલ મીડિયાની મહત્વતા જોઈને તેણે સત્તાવાર રીતે ટ્વિટર પર એન્ટ્રી કરી છે.
નોંધનીય છે કે અગાઉ કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટનું નામ કંગનાટીમ હતું અને એવું માનવામાં આવી રહ્યું હતું કે તેમની ટીમ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવી રહી છે, પરંતુ હવે કંગનાએ તેનું નામ બદલીને કંગના રનૌત રાખ્યું છે. આ એકાઉન્ટ હવે તેમનું ઓફિશિયલ એકાઉન્ટ બની ગયું છે. કંગનાએ તેના એકાઉન્ટમાંથી પોતાનો એક વીડિયો શેર કર્યો છે.
કંગના રનૌતે વીડિયોમાં કહ્યું છે કે, "હું 15 વર્ષથી ફિલ્મોમાં કામ કરું છું અને આ 15 વર્ષોમાં મારા પર ઘણાં દબાણ આવી રહ્યા છે કે મારે સોશિયલ મીડિયામાં જોડાવું જોઈએ. એટલું જ નહીં, એવી ઘણી તકો પણ હતી જયારે કરોડોના ડીલ પર હસ્તાક્ષર કરવાનું કહેવામાં આવ્યું પરંતુ શરત એ હતી કે મારે સોશિયલ મીડિયા પર આવવું પડશે પરંતુ મેં જવા દીધું."
કંગનાએ આગળ કહ્યું કે, "સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી મેં સોશ્યલ મીડિયાની શક્તિ જોઈ છે. કેવી રીતે આખી દુનિયા એકસાથે આવી રહી છે અને સુશાંત માટે લડી રહી છે અને અમને તેમાં સફળતા મળી છે કારણ કે મારી પાસે સોશિયલ મીડિયા છે. મને આશા છે કે જેણે નવા ભારતમાં પરિવર્તન લાવવું હોય તે આ કરી શકે છે. આના દ્વારા આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ. તેથી હું પહેલીવાર ટ્વિટર પર એન્ટ્રી કરી રહી છું.
ત્યારે બીજી તરફ ટ્વિટર પર કંગનાના આગમન અંગે યુઝર્સ સોશ્યલ મીડિયા પર પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે કંગના રનૌતે તેના એજન્ડા માટે ટ્વિટર પર જોડાઈ છે. જોકે આ અંગે કંગનાએ પોતે જ જવાબ આપ્યો છે કે તે શા માટે ટ્વિટર પર આવી છે અને તેના ટ્વિટર પર આવવા પાછળનો એજન્ડા શું છે …
શુક્રવારે એક ટ્વીટમાં અભિનેત્રીએ લખ્યું – 'બોલિવૂડ લોકો કહે છે, કંગના તેના એજન્ડાને કારણે ટ્વિટર પર આવી છે. આજે મારે એ કહેવું છે કે હા મારો એજન્ડા છે .. 1) રાષ્ટ્રવાદ, 2) રાષ્ટ્રવાદ, 3) રાષ્ટ્રવાદ… આ ટ્વિટ બાદ તેના ચાહકો અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેમનું સમર્થન પણ કરી રહ્યા છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com