Kangana ranaut on Jawan: શું કંગના રનૌતે જોઈ શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’? કિંગ ખાન વિશે લખી લાંબી નોટ

Kangana ranaut on Jawan: review actress has written emotional note for shahrukh khan

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut on Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ ધૂમ મચાવી દીધી છે. 7 સપ્ટેમ્બરે રિલીઝ થતાની સાથે જ એટલીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સુનામી લઈને આવી છે. ક્રિટીક્સ થી લઈને સામાન્ય લોકો સુધી, દરેક જણ શાહરૂખ અને ‘જવાન’ની પ્રશંસા કરી રહ્યા છે અને તેને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. હવે આ કડી માં કંગના રનૌતનું નામ પણ સામેલ થઈ ગયું છે. શરૂઆતના દિવસે ‘જવાન’ને મળેલો રિસ્પોન્સ જોઈને કંગના આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે શાહરૂખ ખાનને ‘સિનેમાનો ભગવાન’ ગણાવ્યો અને કહ્યું કે દેશને આવા ભગવાનની જરૂર છે.

 

કંગના એ શાહરુખ ખાન ના કર્યા વખાણ  

કંગનાએ લખ્યું, “નેવુંના દાયકામાં પ્રેમી છોકરા તરીકે પ્રખ્યાત થયા, પછી લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, ચાલીસના દાયકાના અંતથી પચાસના દાયકાના મધ્ય સુધી ફરી એકવાર તેના દર્શકો સાથે જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને હવે 60 વર્ષની ઉંમરે તેઓ ભારતના સામૂહિક સુપરહીરો તરીકે ઉભરી આવ્યા. તે વાસ્તવિક જીવનમાં પણ કોઈ સુપરહીરોથી ઓછો નથી. મને તે સમય યાદ છે જ્યારે લોકોએ તેની અવગણના કરી અને તેની પસંદગીની મજાક ઉડાવી. શાહરૂખ ખાનનો સંઘર્ષ એ તમામ કલાકારો માટે એક માસ્ટર ક્લાસ છે જે લાંબા સમય સુધી કારકિર્દી નો આનંદ માણી રહ્યા  છે. તેઓએ ફરીથી દર્શકો સાથે તેમનું જોડાણ શોધવાની જરૂર છે. શાહરૂખ ખાન સિનેમાનો ભગવાન છે જેની ભારતને જરૂર છે. માત્ર આલિંગન અથવા ડિમ્પલ માટે નહીં , પરંતુ વિશ્વને બચાવવા માટે. તમારી દ્રઢતા, સખત મહેનત અમે વિનમ્રતા ને સલામ કિંગ ખાન.”

Kangana ranaut on Jawan: review actress has written emotional note for shahrukh khan
Kangana ranaut on Jawan: review actress has written emotional note for shahrukh khan

 

કંગનાએ તેની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું નથી કે તેણે શાહરૂખ ખાનની ‘જવાન’ જોઈ છે કે નહીં. પરંતુ, તેણે પોસ્ટના અંતે ‘જવાન’ની સમગ્ર ટીમને ચોક્કસપણે અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું, ‘હેશટેગ જવાન… સમગ્ર ટીમને અભિનંદન.’

આ સમાચાર પણ વાંચો  : Jawan advance booking: શાહરૂખ ખાન ની ‘જવાન’ ના એડવાન્સ બુકિંગે રચ્યો ઈતિહાસ! અધધ આટલી ટિકિટ થઈ બુક