News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના તેના રાજનીતિ માં આવવા ના સમાચાર ને કારણે ચર્ચામાં છે. પરંતુ કંગના એ ક્યારેય આ વિશે વાત કરી નહોતી હવે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના ને પૂછવામાં આવ્યું કે શું તે લોકસભા ચૂંટણીમાં ભાગ લેવાનું વિચારી રહી છે. કંગનાએ આ સવાલનો રસપ્રદ જવાબ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Neha laxmi iyer: ઇશ્કબાઝ ફેમ અભિનેત્રી નેહા લક્ષ્મી અય્યરે એ આ રીતિ-રિવાજ મુજબ રૂદ્રયશ જોશી સાથે કર્યા લગ્ન, વાયરલ થયો વિડીયો
કંગના નો રાજનીતિ માં આવવા નો વિચાર
કંગના એ તેના રાજનીતિ માં આવવા અંગે કહ્યું કે, ‘મારે ચૂંટણી લડવી કે નહીં તે જાહેર કરવાનો અધિકાર મને નથી. જોકે, હું રાજકારણમાં રહ્યા વગર પણ એક જાગૃત મહિલા છું. મેં હંમેશા મારા દેશ માટે કામ કર્યું છે.હું ખરેખર ફિલ્મના સેટ પરથી પણ રાજકીય પક્ષો સાથે લડી છું. હું રાજકારણમાં રહું કે ન રહું, હું મારા દેશ માટે કામ કરતી રહીશ. મને આ બધું કરતા કોઈ રોકી શકે તેમ નથી. જો કે, જો મને રાજનીતિમાં પ્રવેશવાની તક મળશે તો હું ચોક્કસપણે રાજકારણમાં આવવાનું પસંદ કરીશ અને મને લાગે છે કે આ યોગ્ય સમય છે.’