Site icon

રણબીર નું ‘શ્રી રામ’ બનવું સહન ન કરી શકી કંગના, ગુસ્સામાં અભિનેતા વિશે કહી આ વાત

કંગના રનૌતે ફરી એકવાર એવી વાત કહી છે જેને સાંભળીને લોકો ગુસ્સે છે. રણબીર કપૂર પર નિશાન સાધતા તેણે તેને 'સફેદ ઉંદર' કહ્યો છે.

kangana ranaut slams nitesh tiwari for casting ranbir kapoor as ram in ramayana

રણબીર નું ‘શ્રી રામ’ બનવું સહન ન કરી શકી કંગના, ગુસ્સામાં અભિનેતા વિશે કહી આ વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેની એક્શન ફિલ્મ ‘એનિમલ’ નું ટીઝર સામે આવી ગયું છે. અને તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આગામી ફિલ્મ ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ સમાચાર બાદ કંગના રનૌતે રણબીર પર નિશાન સાધ્યું છે અને તેને ‘સ્કિની સફેદ ઉંદર’ કહ્યો છે.

Join Our WhatsApp Community

 

રામાયણ માં રણબીર ના રોલ ને લઇ ને કંગના એ કહી આ વાત 

એવા અહેવાલ હતા કે સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નિતેશ તિવારીની ‘રામાયણ’માં દેવી સીતા અને ભગવાન રામની ભૂમિકા ભજવશે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ માટે કાસ્ટિંગની ટીકા કરી હતી. તેણીએ લખ્યું, “તાજેતરમાં, હું અન્ય આગામી બોલીવુડ રામાયણ વિશે સમાચાર સાંભળી રહી છું.. જ્યાં એક પાતળો સફેદ ઉંદર (કહેવાતો અભિનેતા) જેને ટેનિંગ અને વિવેક ની જરૂર છે તે જે ઉદ્યોગમાં લગભગ દરેક વિરૂદ્ધ. ગંદા PR કરવા માટે પ્રખ્યાત છે. .માદક દ્રવ્યોના વ્યસન અને સ્ત્રીકરણ માટે પ્રખ્યાત..જે પોતાની જાતને ટ્રાયોલોજીમાં ભગવાન શિવ તરીકે સાબિત કરવા માંગે છે (જેને કોઈએ જોયો નથી અથવા તેના વધુ ભાગો બનાવવા માંગતો નથી) તે હવે ભગવાન રામ બનવા માંગે છે.”

રામાયણ માં રાવણ ની ભુમિકા ને લઇ ને કંગના એ કહી આ વાત 

મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સાઉથ સ્ટાર યશ રાવણનું પાત્ર ભજવશે. અભિનેત્રીએ આગળ લખ્યું, “એક દક્ષિણ ભારતીય સુપરસ્ટાર જે સેલ્ફ મેડ વ્યક્તિ છે, એક સંપૂર્ણ પારિવારિક માણસ છે અને પરંપરાઓનું પાલન કરે છે, જેમ કે વાલ્મીકિજી દ્વારા વર્ણવવામાં આવ્યું છે, તે ભગવાન રામ જેવો દેખાય છે. તેને રાવણની ભૂમિકા ઓફર કરવામાં આવી છે.” આ કેવો કલયુગ છે? કોઈપણ વિચિત્ર પ્રકારનો ડ્રગ્સ લેનાર વ્યક્તિએ ભગવાન રામની ભૂમિકા ભજવવી જોઈએ નહીં. જય શ્રી રામ.”કંગનાએ પછી એક ડેન્જર ગિફ ઉમેર્યું અને લખ્યું: જો તમે મને એક વાર મારશો, તો હું તમને મરતા સુધી મારતી રહીશ!!! મારી સાથે પંગો ન કરો, દૂર રહો!!!!

આ સમાચાર પણ વાંચો: રણબીર કપૂર ‘રામ’ તો ‘સીતા’ બનશે આલિયા ભટ્ટ, સાઉથનો આ સુપરસ્ટાર ભજવશે રાવણ ની ભૂમિકા!

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version