ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
દેશની સ્વતંત્રતા ભીખમાં મળી હોવાની બકવાસ કરનારી ફિલ્મ અભિનેતી કંગના રનૌતે ફરી ઝેર ઓક્યું છે. આ વખતે તેણે શીખ સમાજને નિશાના પર લીધો છે. શીખ સમાજ વિરુદ્ધ તેની ટીપ્પણીને પગલે તેને દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદભાવ સમિતિ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. કંગનાને 6 ડિસેમ્બરના હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદો પાછો ખેંચવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ કંગનાએ ખેડૂત આંદોલનની સરખામણી ખાલિસ્તાની આંદોલન સાથે કરી હતી. જેને પગલે દિલ્હીમાં શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કંગના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. હવે દિલ્લી વિધાનસભાએ પણ કંગના સામે પગલાં લેવાની છે. તેથી શાંતિ સમિતિએ કંગનાને હાજર થવાનું ફરમાન કર્યું છે.
કેટરિના કૈફ માટે તૈયાર થઈ રહી છે રાજસ્થાનની સૌથી ખાસ મહેંદી, કિંમત જાણી ને ચોંકી જશો તમે; જાણો વિગત
કંગનાએ સોશિયલ મિડિયા પર કહ્યું હતું કે ખાલિસ્તાની આંતકવાદ સરકાર પર આજે ભલે દબાણ લાવવામાં સફળ રહ્યા હોય પણ એ મહિલાને (ઈન્દિરા ગાંધી) ના ભુલવી જોઈએ જેણે આ ખાલિસ્તાનીઓને પોતાના પગ નીચે કચડી નાખ્યા હતા. પોતાનો જીવ આપી દીધો હતો પણ દેશના તેણે ટુકડા થવા દીધા નહોતા.