Kangana ranaut: શું 2024 લોકસભા ની ચૂંટણી લડશે કંગના રનૌત ? અભિનેત્રી ના પિતા એ જણાવી હકીકત

kangana ranaut will contest 2024 lok sabha elections actress father react on it

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત ઘણીવાર દેશમાં બની રહેલી ઘટનાઓ પર પોતાનું સ્ટેન્ડ આપતી જોવા મળે છે. જેને લઈને  એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે કંગનાની આ રુચિ તેને ભવિષ્યમાં રાજકારણમાં લાવી શકે છે. સાથે સાથે એવા પણ અહેવાલ હતા કે કંગના 2024ની લોકસભા ચૂંટણી લડશે. હવે અભિનેત્રીના પિતાએ આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે. 

 

 ભાજપ ની ટિકિટ પર ચૂંટણી લડશે કંગના 

મીડિયા રિપોર્ટ અનુસાર, કંગના રનૌતના પિતા અમરદીપે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કંગના 2024 માં ભાજપની ટિકિટ પર જ લોકસભા ની ચૂંટણી લડશે. આ ઉપરાંત કંગના રનૌતના પિતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી નક્કી કરશે કે કંગના ક્યાંથી ચૂંટણી લડશે.


તમને જણાવી દઈએ કે, હાલમાં જ  કંગના રનૌતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કુલ્લુના શાસ્ત્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. ત્યારથી કંગના ભાજપ તરફથી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં અજય દેવગને કાજોલ અને તેના વિશે કહી એવી વાત કે જોતો રહી ગયો કરણ જોહર, વિડીયો થયો વાયરલ