Site icon

કરણ જોહર પર નિશાનો સાધવા બોલિવૂડ’ ક્વીન’ ફરી આવી મેદાનમાં. જાણો ટ્વિટ દ્વારા કેવી રીતે કર્યા કરણની આબરૂના કાંકરા .. 

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર.

     બોલિવૂડમાં જ્યાં પક્ષવાદ ચાલે છે, જ્યાં નવા આવેલા સ્ટાર કિડ પોતાની ગેંગ બનાવીને ચાલે છે. ત્યાંજ એવા પણ કલાકાર છે જેઓ ફિલ્મી બેકગ્રાઉન્ડ ના ધરાવતા કલાકારોનું મનોબળ વધારતા રહે છે. આવી જ એક કલાકાર છે આપણી બોલિવૂડની 'ક્વીન' કંગના રાણાવત. બોલિવૂડમાંથી આવેલા સમાચાર મુજબ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ દોસ્તના 2 માંથી કાર્તિક આર્યનને કાઢી દીધો છે. ત્યારે કાર્તિક આર્યનને સપોર્ટ કરવા કંગના રાણાવત મેદાનમાં ઉતરી છે અને કરણ જોહરની ઇઝ્ઝતનાં કાંકરા કરતા ઉપર ઉપરી ત્રણ ટ્વિટ પણ કર્યા છે. 

       કંગનાએ કરણ જોહર પર સીધા નિશાનો તાકતા એક ટ્વિટમાં લખ્યું છે કે,'કાર્તિક પોતાની મહેનત અને આપબળે અહીંયા સુધી પહોંચ્યો છે અને હજુ આગળ વધશે. પાપા જૉ  (કારણ જોહર અને તેની નેપોટિઝમ ટિમ) ને એટલી જ વિનંતી કે આર્યનને એકલો છોડી દો અને સુશાંતની જેમ એની પાછળ ના પડો અને એને ફાંસી પર લટકવા માટે મજબૂર ના કરો. ગિદ્ધો તેને એકલો છોડી દો .'

   જયારે પોતાના બીજા ટ્વિટમાં કંગના લખે છે કે,' કાર્તિક આ ચિલ્લર પાર્ટીઓથી ડરવાની કોઈ જરૂર નથી. ગંદા લેખ લખીને જાહેર કરવાવાળા ફક્ત તારું મનોબળ ઘટાડવાના હેતુથી, તારા પર બેજવાબદારી નું લેબલ લગાડીને તને હરાવવા માંગે છે. પેહલા સુશાંત માટે પણ નશીલી દવાઓની લત અને તેના બેદરકારી ભર્યા વર્તન વિશે અફવા ફેલાવી હતી.'

   જયારે પોતના ત્રીજા ટ્વિટમાં કાર્તિક આર્યનને સપોર્ટ કરતા લખે છે કે, 'તારી જાણકારી માટે કે અમે તારી સાથે છીએ. જેણે તને બનાવ્યો નથી એ તારું બગાડી પણ લેવાનો નથી. આજે તું દરેક ખૂણેથી તારી જાતને એકલો ફીલ કરતો હોઈશ પણ એવું  જરૂર નથી. દરેક જણ આ ડ્રામા ક્વીન 'જૉ ' ને ઓળખે છે. તારી ક્ષમતા પર ભરોસો રાખ અને આગળ વધતો રહે. ખુબ જ પ્રેમ.'

         ઉલ્લેખનીય છે કે , આ કંઈ પહેલી વાર નથી કે 'ઝાંસી કી રાની' કોઈના સપોર્ટમાં આગળ આવી હોય. આની પહેલા સુશાંત સિંહ રાજપૂતને અને તેના પરિવારના પક્ષમાં મીડિયા સામે કેટલાય નિવેદનો આપ્યા છે.

સ્ટાર ફેમિલી થી સંબંધિત ન હોવાને કારણે આ નવોદિત અભિનેતાને તગેડી મૂક્યો કરણ જોહરે. જાણો તે નવોદિત સ્ટાર કોણ છે?
 

Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત
KBC 17: અમિતાભ બચ્ચન એ કેમ છોડ્યું હતું રાજકારણ? બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો
Aryan Khan: ક્યારેય ન હસનારો આર્યન ખાન આ ખાસ વ્યક્તિના કારણે હસ્યો, તસવીરો થઈ વાયરલ
Jolly LLB 3 : જોલી LLB 3 ને બુધવારે મળ્યો સૌથી ઓછો રિસ્પોન્સ, અક્ષય અને અરશદ ની ફિલ્મે કરી માત્ર આટલા કરોડની કમાણી
Exit mobile version