News Continuous Bureau | Mumbai
Kantara Chapter 1: ઋષભ શેટ્ટી ની ‘કાંતારા ચેપ્ટર 1’ એ રિલીઝના 12 દિવસમાં જ વિશ્વભરમાં 600 કરોડથી વધુની કમાણી કરી છે. 125 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે સાઉથ, હિન્દી અને ઓવરસીઝ માર્કેટમાં ધમાકેદાર બિઝનેસ કર્યો છે. જોકે ત્રીજા સોમવારે ફિલ્મના બિઝનેસમાં ઘટાડો નોંધાયો છે, ખાસ કરીને હિન્દી વર્ઝનમાં.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 19: બિગ બોસ 19ના સ્ટેજ પર સલમાને પહેલીવાર અરિજીત સાથેના વિવાદ પર કરી વાત, જાણો ભાઈજાન એ શું આપી સ્પષ્ટતા
હિન્દી માર્કેટમાં ‘મહાવતાર નરસિંહ’થી પાછળ
મીડિયા રિપોર્ટ મુજબ, ‘કાંતારા’એ 12મા દિવસે હિન્દી માર્કેટમાંથી માત્ર 4.75 કરોડની કમાણી કરી, જ્યારે એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહ’એ 6.6 કરોડ કમાવ્યા હતા. આથી ‘કાંતારા’ હિન્દી માર્કેટમાં 45મા સ્થાને રહી.ફિલ્મે 11 દિવસમાં જ 614 કરોડ નું કુલ કલેક્શન કર્યું હતું. ભારતમાંથી અત્યાર સુધી 451.9 કરોડની કમાણી થઈ છે. હવે ફિલ્મ 700 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે, પણ દિવાળીના નવા રિલીઝથી સ્પીડ ધીમી પડી શકે છે.
Night Occupancy: Kantara: A Legend Chapter-1 Day 12: 16.58% (Hindi) (2D) #KantaraALegendChapter1 link:https://t.co/Y1Hi9P0b5w
Sunny Sanskari Ki Tulsi Kumari Day 12: 14.03% (Hindi) (2D) #SunnySanskariKiTulsiKumari link:https://t.co/BW4AUNRUOp
Kantara: A Legend Chapter-1 Day…
— Sacnilk Entertainment (@SacnilkEntmt) October 13, 2025
ફિલ્મના મ્યુઝિક, વિઝ્યુઅલ્સ અને ઋષભ શેટ્ટીનો પર્ફોર્મન્સ દર્શકોને ખૂબ પસંદ આવ્યો છે. ‘કાંતારા’ના ચેપ્ટર 1 માટે પણ વર્ડ ઓફ માઉથનો મોટો ફાયદો થયો છે, જે પહેલા પાર્ટ માટે પણ જોવા મળ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)