શું અક્ષય કુમાર અને કપિલ શર્મા વચ્ચેનો વિવાદ ઉકેલાયો? જાણો શું કહ્યું કોમેડિયને

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

બુધવાર

અક્ષય કુમાર લગભગ દરેક ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં ચોક્કસપણે આવે છે. આ દરમિયાન, બંને વચ્ચેના અણબનાવ ના સમાચાર આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે અક્ષય 'બચ્ચન પાંડે'ના પ્રમોશન માટે કપિલના શોમાં નહીં જાય.અક્ષયની નારાજગીનું કારણ એ હતું કે કપિલ શર્માએ શોમાં પીએમ નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો હતો જે અક્ષયે કર્યું હતું. અભિનેતાએ નિર્માતાઓને તેનું પ્રસારણ ન કરવા કહ્યું હોવા છતાં તે બતાવવામાં આવ્યું હતું. હવે કપિલે ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી છે.

 

કપિલ શર્માએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'પ્રિય મિત્રો, મેં અક્ષય પાજી અને મારા વિશે મીડિયામાં આવતા સમાચાર વાંચ્યા. મેં હમણાં જ પાજી સાથે વાત કરી અને આખો મામલો ઉકેલી નાખ્યો. તે માત્ર એક ગેરસમજ હતી. બધુ બરાબર છે અને ટૂંક સમયમાં જ અમે મળીશું અને બચ્ચન પાંડેના એપિસોડનું શૂટિંગ શરૂ કરીશું. તે મારો મોટો ભાઈ છે અને મારાથી ક્યારેય નારાજ થઈ શકે નહીં. આભાર.'

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને સારા અલી ખાન તેમની એક ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં ગયા હતા. ત્યાં કપિલ અને અક્ષય વચ્ચે રાજકીય મુદ્દાઓને લઈને વાતચીત થઈ હતી. ત્યારબાદ અક્ષયે તે કથિત વીડિયોને પ્રસારિત ન કરવા કહ્યું. પરંતુ તે વીડિયો સામે આવ્યો હતો અને વાયરલ પણ થયો હતો.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *