News Continuous Bureau | Mumbai
Kapoor family meet PM Modi: કપૂર પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને રાજ કપૂર ની 100 મી જન્મ જયંતિ ના ઉત્સવ નું આમંત્રણ આપવા દિલ્હી પહોંચ્યો હતો. કપૂર પરિવાર દિવંગત અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે અત્યંત ઉત્સાહિત છે.આ દરમિયાન પીએમ મોદી કપૂર પરિવાર સાથે હળવાશ ની પળ માણતા જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra: કાનૂની મુશ્કેલી માં મુકાયા ધર્મેન્દ્ર, દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે મોકલ્યું દિગ્ગજ અભિનેતા ને સમન્સ
કપૂર પરિવારે કરી પીએમ મોદી સાથે વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને કરીના કપૂર, સૈફ અલી ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને કપૂર પરિવારના અન્ય સભ્યોને નવી દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી એ કપૂર પરિવાર ના દરેક સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમજ તેમની સાથે હળવાશ ની પળ માણતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ મુલાકાત નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
#WATCH | Delhi: Ahead of the 100th birth anniversary of legendary actor-filmmaker Raj Kapoor on December 14, members of the Kapoor family yesterday extended an invitation to Prime Minister Narendra Modi.
Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor Khan, Saif Ali Khan, Karisma… pic.twitter.com/tdS89Ecvnm
— ANI (@ANI) December 11, 2024
કપૂર પરિવાર એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરીને રાજ કપૂર ની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું પ્રદર્શન કરશે. આ ફેસ્ટિવલમાં રાજ કપૂરની લગભગ ચાર દાયકાની સૌથી પ્રખ્યાત ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં આગ , બરસાત, આવારા, શ્રી 420, જાગતે રહો, જીસ દેશ મેં ગંગા બહતી હૈ , સંગમ, મેરા નામ જોકર, બોબી અને રામ તેરી ગંગા મૈલી નો સમાવેશ થાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)