Kabhi Alvida Naa Kehna| ‘કભી અલવિદા ના કહેના’ હવે OTT પર! ૨૦ વર્ષ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં લાવશે કરણ જોહર, ફેન્સ થયા એક્સાઇટેડ

Kabhi Alvida Naa Kehna| વર્ષ ૨૦૦૬ની બ્લોકબસ્ટર ફિલ્મને હવે ડિજિટલ પ્લેટફોર્મ માટે લાંબા ફોર્મેટ (એપિસોડિક) માં વિકસાવવામાં આવી રહી છે.

by Zalak Parikh
Kabhi Alvida Naa Kehna| ‘કભી અલવિદા ના કહેના’ હવે OTT પર! ૨૦ વર્ષ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં લાવશે કરણ જોહર, ફેન્સ થયા એક્સાઇટેડ

 

News Continuous Bureau | Mumbai

Kabhi Alvida Naa Kehna| બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર કરણ જોહરે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તેઓ તેમની ૨૦ વર્ષ જૂની હિટ ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ પર વેબ સિરીઝ બનાવી રહ્યા છે. શાહરૂખ ખાન, રાની મુખર્જી, પ્રીતિ ઝિંટા અને અભિષેક બચ્ચન જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મની વાર્તાને હવે ડિજિટલ પ્લેટફોર્મ માટે લાંબા ફોર્મેટમાં (એપિસોડિક) તૈયાર કરવામાં આવશે.

ફિલ્મના વિષય પર કરણની પ્રતિક્રિયા

કરણ જોહરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૬માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મના વિષય ‘ઈન્ફિડિલિટી’ (લગ્નેતર સંબંધો) ને કારણે ઘણા પ્રેક્ષકો અસ્વસ્થ થયા હતા. કરણે એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો કે કેવી રીતે ફિલ્મ જોતી વખતે એક દંપતી સિનેમાઘરમાંથી અધવચ્ચેથી ઉઠીને નીકળી ગયું હતું. તેમણે કહ્યું કે લોકો પોતાની જિંદગીની હકીકતોને સ્ક્રીન પર જોવાનું પસંદ કરતા નથી, પરંતુ હવે આ વાર્તાને વેબ સિરીઝના ફોર્મેટમાં વધુ ઊંડાણપૂર્વક રજૂ કરવામાં આવશે.

નવા ફોર્મેટમાં વાર્તાનું વિસ્તરણ

ફિલ્મના મૂળ પ્લોટને હવે વેબ સિરીઝના એપિસોડિક ફોર્મેટમાં વિકસાવવામાં આવી રહ્યો છે. જોકે કરણ જોહરે રિલીઝ ડેટ કે પ્લેટફોર્મ અંગે અત્યારે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમણે આ પ્રોજેક્ટની પુષ્ટિ કરતા કહ્યું કે દર્શકોને વાર્તાના દરેક પાત્રના પાસાઓ વધુ સારી રીતે સમજવા મળશે. આ સિરીઝ કયા પ્લેટફોર્મ પર આવશે તેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કોફી વિથ કરણ સીઝન ૯ ની તૈયારીઓ

આ ઉપરાંત, કરણ જોહરે તેમના લોકપ્રિય ટૉક શો ‘કોફી વિથ કરણ’ ની ૯મી સીઝન વિશે પણ અપડેટ આપ્યું છે. આ સીઝન આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. કરણ હાલમાં તેની અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. અગાઉ તેમણે ‘કુછ કુછ હોતા હૈ’ ની મોર્ડન કાસ્ટિંગ વિશે પણ ચર્ચાઓ કરી હતી, જેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને અનન્યા પાંડેના નામ સામે આવ્યા હતા. હવે ‘કભી અલવિદા ના કહેના’ ના નવા અવતાર માટે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Rihanna| રિહાનાનો દેશી અંદાજ! અંબાણી પરિવારની મહેફિલમાં આરતી અને ફૂલોની હોળી રમીને ગ્લોબલ સ્ટારે બનાવ્યા સૌને દીવાના

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More