Karan johar birthday: અત્યાર સુધી ઘણા સ્ટારકિડ ને બોલિવૂડ માં લોન્ચ કરી ચુકેલો કરણ જોહર અજમાવી ચુક્યો છે અભિનય માં પોતાનું નસીબ

Karan johar birthday: કરણ જોહર આજે તેનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કરણ જોહર અત્યારસુધી ઘણા સ્ટારકિડ ને બોલિવૂડ માં લોન્ચ કરી ચુક્યો છે પરંતુ શું તમે જાણો છો કે કરણ જોહર પણ અભિનય માં પોતાનું નસીબ અજમાવી ચુક્યો છે તો ચાલો જાણીયે બોલિવૂડ ના ફિલ્મમેકર કરણ જોહર ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો.

by Zalak Parikh
Karan johar birthday filmmaker did acting in doordarshan serial

News Continuous Bureau | Mumbai

Karan johar birthday: કરણ જોહર આજે તેનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કરણ જોહરે બોલિવૂડને ઘણી રોમેન્ટિક અને આઇકોનિક ફિલ્મો આપી છે.દિગ્દર્શન, નિર્માણ, ટીવી હોસ્ટિંગ, પટકથા લખવાની સાથે કરણ જોહરે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે જી હા કરણ અત્યારસુધી ઘણા સ્ટારકિડ ને બોલિવૂડ માં લોન્ચ કરી ચુકેલો કરણ જોહર જોહર અભિનય માં પોતાનું નસીબ અજમાવી ચુક્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Hardik pandya: શું હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિક ના થવાના છે છૂટાછેડા, આ કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

 

કરણ જોહર ની કારકિર્દી 

બહુ ઓછા લોકો જાણે છે કે કરણ જોહરે 1989માં દૂરદર્શન પર પ્રસારિત સિરિયલ ‘ઈન્દ્રધનુષ’ માં અભિનય કર્યો હતો. આ સિરિયલ માં કરણ જોહરે માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું, કારણ કે તે સમયે તે 14-15 વર્ષનો હતો. કરણ જોહર આ ટ્રાવેલ થીમ આધારિત સિરિયલના 13 એપિસોડમાં જોવા મળ્યો હતો. આ વાત નો ખુલાસો કરણ જોહરે પોતે એક શો દરમિયાન કર્યો હતો. આ ઉપરાંત કરણ જોહરે ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માં શાહરુખ ખાન ના મિત્ર ની પણ ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)


કરણ જોહર બોલિવૂડ ની સફળ ફિલ્મમેકર છે. કરણ જોહર ના અંગત જીવન ની વાત કરીએ તો તેને અત્યારસુધી લગ્ન નથી કર્યા પરંતુ તે સરોગસી થી બે જોડકા બાળકો નો પિતા બન્યો છે. તેના બાળકો ના નામ યશ અને રુહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like