News Continuous Bureau | Mumbai
Janhvi Kapoor Karan Johar: બોલીવુડમાં સ્ટાર કિડ્સના ‘ગોડફાધર’ ગણાતા કરણ જોહર અને જ્હાનવી કપૂર વચ્ચેના વ્યાવસાયિક સંબંધોમાં નવો વળાંક આવ્યો છે. તાજેતરમાં જ્હાનવી કપૂરે કરણ જોહરની ટેલેન્ટ એજન્સી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. આ બાબતે સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ થઈ રહી હતી, જેના પર હવે ખુદ કરણ જોહરે પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: ગોવિંદાનું એ ફેમ ગીત હવે ‘ધુરંધર 2’ માં! ૩ દાયકા જૂના અરેબિક ટ્યુન પર રણસવીર સિંહનો ડાન્સ જોઈ ફેન્સને યાદ આવ્યા ‘ચીચી’
કરણ જોહરની એજન્સી છોડવા પર શું બોલ્યા પ્રોડ્યુસર?
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં કરણ જોહરે જણાવ્યું હતું કે, “ઘણા ટેલેન્ટ એવા હોય છે જે અમારી પાસે આવે છે અને જાય છે. ત્રણ મોટી એજન્સીઓ વચ્ચે હંમેશા ‘પાસિંગ ધ પાર્સલ’ જેવી રમત ચાલતી રહે છે.” કરણે વધુમાં ઉમેર્યું કે તેની ટેલેન્ટ એજન્સી ઘણો મોટો બિઝનેસ કરે છે અને કલાકારોનું આવવું-જવું એ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે.
View this post on Instagram
જ્હાનવીના નિર્ણયથી કરણ નારાજ હોવાની અટકળોને ફગાવતા તેણે કહ્યું, “જે કોઈએ પણ અમારી એજન્સી છોડી છે, હું હંમેશા તેમનું ભલું જ ઈચ્છીશ અને તેમની સાથે કામ પણ કરીશ. ઘણીવાર એવું બન્યું છે કે કલાકારોએ અમારી એજન્સી છોડી દીધી હોય, છતાં હું તેમની ફિલ્મો પ્રોડ્યુસ કરતો રહું છું.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જ્હાનવી અને કરણ વચ્ચેના સંબંધોમાં કોઈ કડવાશ નથી.કરણ જોહરની એજન્સી છોડ્યા પછી પણ જ્હાનવી કપૂર પાસે મોટા પ્રોજેક્ટ્સ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)