Site icon

દીકરી આલિયાના લગ્નમાં ભાવુક થયો કરણ જોહર થયો, ઈમોશનલ પોસ્ટ શેર કરી ને જમાઈ રણબીર ને કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના (Ranbir-Alia wedding)બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નની પ્રથમ તસવીરો દુલ્હનિયા આલિયા ભટ્ટના ઈન્સ્ટાગ્રામ(Instagram) પરથી શેર કરવામાં આવી છે. આ પછી સોશિયલ મીડિયા(Social media) પર અંદરની તસવીરો અને વીડિયો આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ફિલ્મ નિર્માતા કરણ જોહરે(Karan Johar) રણબીર આલિયાના લગ્નની (Ranbir- Alia wedding)તસવીરો શેર કરીને એક ભાવુક પોસ્ટ લખી છે.

Join Our WhatsApp Community

કરણ જોહરે(Karan Johar) કેપ્શનમાં લખ્યું, "આ એક દિવસ છે જેની અમે રાહ જોઈ રહ્યા હતા… જ્યાં પરિવાર, પ્રેમ અને લાગણીઓ બધું એક સાથે છે… આજે હું ખુશ છું અને મારા દિલમાં માત્ર પ્રેમ છે… માય ડિયર આલિયા ભટ્ટ(Alia Bhatt) આ એક સુંદર પગલું છે અને મારો પ્રેમ અને આશીર્વાદ તમારી સાથે દરેક જગ્યાએ રહેશે…રણબીર(Ranbir)! હું તને પ્રેમ કરું છું…અને હંમેશાં કરીશ કેમ કે તું હવે મારો જમાઈ થઇ ગયો છે. અભિનંદન અને અનંત ખુશીઓ”

આ સમાચાર પણ વાંચો : એક શેર તો બીજો સવાશેર; કપૂર થી પણ ચડિયાતો છે ભટ્ટ પરિવાર, આલિયાના દાદા નાનાભાઈએ કરી હતી 100થી વધુ ફિલ્મો, બોલિવૂડ માં આ કન્સેપ્ટ ને પણ કર્યો હતો ઈન્ટ્રોડ્યૂસ; જાણો ભટ્ટ પરિવાર નો ઇતિહાસ

તમને જણાવી દઈએ કે કરણ જોહર(Karan Johar)  આલિયા ભટ્ટને (Alia Bhatt)પોતાની દીકરી માને છે અને ઘણી વખત કેમેરા પર પણ આલિયાને દીકરી કહીને બોલાવી ચૂક્યો છે. આલિયાએ(Alia Bhatt) પણ ઘણી વખત કહ્યું છે કે કરણ(Karan Johar) માત્ર તેના માટે મેન્ટર નથી પણ તેના માટે પિતા સમાન છે. આલિયા કરણના પ્રિય બાળકો યશ અને રૂહીને તેના ભાઈ-બહેન માને છે. એટલું જ નહીં દર વર્ષે તે યશને રાખડી પણ બાંધે છે.

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version