News Continuous Bureau | Mumbai
RKRKPK OTT: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ, આ મલ્ટી-સ્ટારર ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.
રોકી ઔર રાની કી પ્રેમ કહાની એમેઝોન પ્રાઈમ પર થઇ રિલીઝ
તમને જણાવી દઈએ કે કરણ જોહરની આ ફિલ્મ આ અઠવાડિયાની શરૂઆતમાં જ એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી ચૂકી છે. હાલમાં દર્શકોએ ફિલ્મ જોવા માટે પૈસા ચૂકવવા પડશે. તમે આ ફિલ્મને આગામી 30 દિવસ માટે પ્રાઇમ વીડિયો પર ભાડા પર જોઈ શકો છો. આ પછી, તમે OTT પર આ બ્લોકબસ્ટર ફિલ્મનો મફતમાં આનંદ માણી શકો છો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે OTT રિલીઝ પહેલા ફિલ્મમાં 10 મિનિટનો સીન એડ કર્યો છે. સોશિયલ મીડિયા પર કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનો એક ડીલીટ કરેલો સીન શેર કર્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તમે OTT પર ડીલીટ થયેલા સીન પણ જોઈ શકો છો.
View this post on Instagram
રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની સ્ટારકાસ્ટ
ફિલ્મની વાત કરીએ તો આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, તેમાં કોમેડી અને રોમાન્સનો ફ્લેવર પણ છે. રણવીર અને આલિયા ઉપરાંત, ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સહિતના ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan dunki: 2023માં રિલીઝ નહીં થાય રાજકુમાર હીરાની ની ફિલ્મ ‘ડંકી’! શું શાહરુખ ખાન ની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ બન્યું કારણ? જાણો વિગત