Karan Johar: કરણ જોહરને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે નેશનલ એવોર્ડ મળતાં થયો ભાવુક, કહી આવી વાત

Karan Johar: 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કરણ જોહરની ફિલ્મને શ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજન ફિલ્મનો એવોર્ડ મળ્યો, ‘ઢિંઢોરા વાગે’ ગીત માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ પણ મળ્યો

by Zalak Parikh
Karan Johar Gets Emotional After Winning National Award for ‘Rocky Aur Rani Ki Prem Kahani’

News Continuous Bureau | Mumbai

Karan Johar: દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ  માં કરણ જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ને શ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજન ફિલ્મ તરીકે સન્માનિત કરવામાં આવી. આ પ્રસંગે કરણ જોહર ખૂબ જ ભાવુક થયા અને જણાવ્યું કે, “આ એક ડિરેક્ટર માટે સૌથી મોટું સન્માન છે.”

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો

કરણ જોહરનો ચોથો નેશનલ એવોર્ડ

કરણે જણાવ્યું કે આ તેનો સતત ત્રીજો અને કુલ ચોથો નેશનલ એવોર્ડ છે. 2021માં ‘શેરશાહ’, 2022માં ‘બ્રહ્માસ્ત્ર’ માટે અને હવે 2023માં ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે તેમને એવોર્ડ મળ્યો છે. તેણે કહ્યું કે, “27 વર્ષ પહેલાં મારી પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ પણ આ જ કેટેગરીમાં નૉમિનેટ થઈ હતી. આજે ફરી એ જ કેટેગરીમાં એવોર્ડ મળવો મારા માટે ભાવુક ક્ષણ છે.”

 

View this post on Instagram

 

A post shared by Dharma Productions (@dharmamovies)


ફિલ્મના લોકપ્રિય ગીત ‘ઢિંઢોરા બાજે’ માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ પણ મળ્યો છે. આ ગીતે ફિલ્મના કલરફુલ અને કલ્ચરલ તત્વોને ઉજાગર કર્યા છે અને દર્શકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ આ ગીતને દિગ્દર્શિત કર્યું હતું.‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’  ફિલ્મ દ્વારા કરણ જોહરે 2016ની ‘એ દિલ હૈ મુશ્કિલ’ પછી દિગ્દર્શનમાં વાપસી કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારી સફળતા મેળવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More