Karan johar: વધુ એક સ્ટારકિડ ને લોન્ચ કરવા જઈ રહ્યો છે નેપોટિઝમ નો બાદશાહ કરણ જોહર, ફિલ્મ મેકરે તસવીર શેર કરી લખી લાંબી નોંધ

Karan johar: કરણ જોહર ને નેપોટિઝમ નો બાદશાહ પણ કહેવામાં આવે છે કરણ જોહર અત્યારસુધી ઘણા સ્ટારકિડ ને લોન્ચ કરી ચુક્યો છે હવે ફિલ્મ મેકર વધુ એક સ્ટારકિડ ને લોન્ચ કરવા જઈ રહ્યો છે જેની તસવીર તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

by Zalak Parikh
karan johar launch ibrahim ali khan

News Continuous Bureau | Mumbai 

Karan johar: કરણ જોહર ને નેપોટિઝમ નો બાદશાહ પણ કહેવામાં આવે છે કરણ જોહર અત્યારસુધી આલિયા ભટ્ટ, વરુણ ધવન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે જેવા ઘણા સ્ટારકિડ ને લોન્ચ કરી ચુક્યો છે હવે કરણ જોહર વધુ એક સ્ટારકિડ ને લોંચ કરવા જઈ રહ્યો છે જેની તસવીર તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે તેમજ તેની સાથે એક લાંબી નોંધ પણ લખી છે. 

આ સમાચાર પણ વાંચો : Aryan khan: આર્યન ખાન ની વેબ સીરીઝ સ્ટારડમ ના શૂટિંગ સેટ પર નો વિડીયો થયો લીક, નિર્દેશન કરતો જોવા મળ્યો શાહરુખ નો દીકરો, જુઓ વિડીયો

ઇબ્રાહિમ અલી ખાન ને લોન્ચ કરશે કરણ જોહર 

કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ પર સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન ની ઘણી તસવીરો શેર કરી છે આ સાથે તેને ઇબ્રાહિમ અલી ખાન ના લોન્ચિંગ અંગે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને લખ્યું છે કે, “હું અમૃતા, અથવા તો ડીગી ને ત્યારે મળ્યો, જ્યારે હું ફક્ત 12 વર્ષનો હતો. તેમણે @DharmaMovies માટે મારા પિતા સાથે ‘દુનિયા’ નામની ફિલ્મ કરી હતી. અમે ચાઇનીઝ ડિનર લીધું અને પછી જેમ્સ બોન્ડ જોયું. જ્યારે અમે બીજી વાર મળ્યા, ત્યારે તેમણે મને સાથે પોતાના જેવું વર્તન કર્યું અને તે તેમની તાકાત હતી, જે આજે તેમના બાળકોમાં દેખાય છે..”

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)


કરણ જોહરે આગળ લખ્યું, “હું સૈફને 40 વર્ષથી ઓળખું છું, મેં તેની સાથે ઘણી ફિલ્મો કરી છે. અમૃતા સાથેની ‘દુનિયા’ અને ‘કલ હો ના હો’ થી લઈને સૈફ સાથેની ‘કુર્બાન’ અને અલબત્ત સારા સાથેની ‘સિમ્બા’. આ પછી ઘણી બધી ફિલ્મો આવવાની છે!! હું આ પરિવારને ઓળખું છું. ફિલ્મો તેના લોહીમાં, જનીનોમાં અને જુસ્સામાં છે. અમે પ્રતિભાના નવા મોજા માટે માર્ગ બનાવી રહ્યા છીએ જેને હું દુનિયાને બતાવવા ખૂબ ઉત્સુક છું. તો, @iakpataudi તમારા હૃદયમાં પ્રવેશ કરે છે અને ટૂંક સમયમાં… સ્ક્રીન પર આવે છે તેમ જોડાયેલા રહો!” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More