News Continuous Bureau | Mumbai
Karan Johar: વર્ષ 2023 શાહરુખ ખાન નું રહ્યું છે તેમ કહીએ તો પણ ચાલે કેમકે આ વર્ષે શાહરુખ ખાન ની બે ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ છે. આ બંને ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ બંને ફિલ્મો માં શાહરુખ ખાન એક્શન કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ શાહરુખ ખાન ટાઇગર 3 માં પણ એક્શન કરતો જોવા મળ્યો હતો. હવે શાહરૂખ ખાનની નવી ફિલ્મને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહર ફરી એકવાર શાહરૂખ ખાન સાથે કામ કરવા માંગે છે, પરંતુ આ વખતે તે રોમેન્ટિક નહીં પણ એક એક્શન ફિલ્મ બનાવવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાને તેના નાના ફેન્સ ને આપી સરપ્રાઈઝ,ટાઇગર 3 ના સ્ક્રીનિંગ માં બાળકો સાથે કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ
કરણ જોહર બનાવશે શાહરુખ ખાન સાથે એક્શન ફિલ્મ
ફિલ્મ નિર્માતા કરણ જોહર અને શાહરૂખ ખાન ની મિત્રતા થી લોકો વાકેફ છે. આ જોડી એ ઘણી હિટ ફિલ્મો આપી છે. કરણ જોહર રોમેન્ટિક ફિલ્મો બનાવવા જાણીતો છે જયારે કે શાહરુખ ખાન ને રોમાન્સ નો બાદશાહ કહેવામાં આવે છે. હવે શાહરુખ ખાને બે એક્શન ફિલ્મો કરી ને તેના સેફ ઝોન માંથી બહાર આવ્યો છે. હવે કરણ જોહર પણ શાહરુખ ખાન ના એક્શન થી પ્રભાવિત થયો છે કરણ શાહરૂખ ખાન સાથે એક્શન ફિલ્મ બનાવવા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કરણ જોહર શાહરૂખ ખાન સાથે એવી એક્શન ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે, કે જે ભારતમાં પહેલા ક્યારેય ના બની હોય અને આનું ડાયરેક્શન કરણ જોહર પોતે કરવા માંગે છે. તેમજ આ ફિલ્મ માં તે શાહરૂખ ખાન સાથે રણવીર સિંહ ને પણ કાસ્ટ કરવા માંગે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તેમજ અત્યાર સુધી મેકર્સે આ અંગે કોઈ નિવેદન પણ આપ્યું નથી.