News Continuous Bureau | Mumbai
Karan johar: ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમકહાની દ્વારા કરણ જોહર 7 વર્ષ બાદ દિગ્દર્શનની દુનિયામાં પરત ફર્યો છે. કરણ જોહરની આ ફિલ્મ ને ખુબ પસંદ કરવામાં આવી હતી. કરણ જોહરે પોતાની ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેણે રોકી ઔર રાની કી પ્રેમકહાની માં યશ ચોપરા અને સંજય લીલા ભણસાલીની ઘણી વસ્તુઓ કોપી કરી છે.
કરણ જોહરે કર્યો ખુલાસો
મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કરણે કબૂલ્યું હતું કે તેણે રોકી ઔર રાની ફિલ્મ માટે બે ફિલ્મમેકર્સની નકલ કરી હતી. દિગ્દર્શકે ખુલાસો કર્યો કે તેણે ફિલ્મમાં સંજય લીલા ભણસાલી અને સ્વર્ગસ્થ યશ ચોપરા બંનેની નકલ કરી હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં વિઝ્યુઅલ સેટ ડિઝાઇન સંજય લીલા ભણસાલીની ફિલ્મોના મનમોહક સૌંદર્ય એસ્થેટિક્સ થી ભારે પ્રભાવિત હતા. કરણે વધુમાં કહ્યું કે આ તેમનું સર્જન નથી. તે ખરેખર સંજય લીલા ભણસાલીની ઉત્કૃષ્ટ કલાત્મક દ્રષ્ટિ નું પ્રતીક છે.આ વાતચીતમાં કરણ જોહરે જણાવ્યું કે તેણે ફિલ્મ માટે યશ ચોપરાના એક ગીતમાંથી પણ પ્રેરણા લીધી છે. તે કદાચ સારેગામા કારવાં મેડલીનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેમાં રણવીર અને આલિયાએ ધર્મેન્દ્ર અને શબાના આઝમી સાથે મળીને યશ ચોપરાની ઘણી ક્લાસિક ફિલ્મો સહિત અસંખ્ય કાલાતીત ક્લાસિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
View this post on Instagram
રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની સ્ટારકાસ્ટ
રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની વાત કરીએ તો આ ફિલ્મમાં આલિયા અને રણવીરની સાથે જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મ માં શબાના આઝમી અને ધર્મેન્દ્રના લિપલોકે બધાને ચોંકાવી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Naseeruddin shah: ફરી લપસી નસીરુદ્દીન શાહ ની જીભ,બોલિવૂડ બાદ હવે સાઉથ ની ફિલ્મો નો કાઢ્યો વારો, આ ફિલ્મની કરી ટીકા