News Continuous Bureau | Mumbai
Karan Johar: ફિલ્મમેકર કરણ જોહર તેના સેલેબ્રીટી ટોક શો ‘કોફી વિથ કરણ 8’ ને લઇ ને ચર્ચા માં છે. આ શો ની આઠમી સીઝન નો પહેલો એપિસોડ સ્ટ્રીમ થઇ ચુક્યો છે. આ સીઝન ના પહેલા ગેસ્ટ તરીકે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. આ એપિસોડ માં દીપિકા અને રણવીરે તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક ખુલાસો કર્યા હતા. આ દરમિયાન તેમને પોતાના લગ્નનો એક અનસીન વીડિયો પણ શેર કર્યો હતો. કરણ ના સવાલો ના જવાબ આપતી વખતે બંનેએ કંઈક એવું કહ્યું જે ઈન્ટરનેટ પર ટ્રોલ થઈ ગયું. ઘણા લોકોએ બંનેના જૂના નિવેદનો શોધીને શેર કર્યા અને તેમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો. દીપિકા અને રણવીરે આ ટ્રોલિંગ પર કંઈ કહ્યું નથી પરંતુ કરણ જોહરે આનો જવાબ આપ્યો છે.
કરણ જોહરે આપ્યો જવાબ
ફિલ્મમેકર કરણ જોહરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ‘કોફી વિથ કરણ 8’ પર અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના નિવેદનો ના વિવાદ વિશે વાત કરી હતી. કરણે ટ્રોલ્સ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમની ટિપ્પણીથી કોઈને કોઈ ફરક પડતો નથી. કરણે કહ્યું, ‘તમારે જે કરવું હોય તે કરો કારણ કે કોઈ જોતું નથી. તમારું કોઈ સાંભળતું નથી.’ આ રીતે કરણે દીપિકા અને રણવીર નો બચાવ કર્યો હતો
આ સમાચાર પણ વાંચો : Ranveer singh: પકડાઈ ગઈ રણવીર સિંહ ની ચોરી! કોફી વિથ કરણ માં દીપિકા પાદુકોણ સાથે ની પ્રથમ મુલાકત વિશે અભિનેતા એ કહી એવી વાત કે થઇ ગયો ટ્રોલ
દીપિકા અને રણવીર થયા ટ્રોલ
કરણ જોહર ના ચેટ શો કોફી કરણ ના પહેલા ગેસ્ટ તરીકે પહોંચેલા દીપિકા અને રણવીરે ઘણા ખુલાસા કર્યા હતા. તેમના ઘણા નિવેદનો ને કારણે તેઓ ટ્રોલ થયા હતા. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ તેના નિવેદન માટે ટ્રોલ થઈ હતી જેમાં તેણે કહ્યું હતું કે રણવીર સિંહ સાથે હોવા છતાં તે અન્ય લોકોને પણ ડેટ કરતી હતી. દીપિકાએ કહ્યું કે ભલે તેણે મૌખિક રીતે કોઈ પ્રતિબદ્ધતા આપી ન હતી, પરંતુ તે માનસિક રીતે પ્રતિબદ્ધ હતી. આ ઉપરાંત, રણવીર ટ્રોલ થઈ ગયો કારણકે તેણે દીપિકાને સંજય લીલા ભણસાલીના ઘરે મળવાની ઘટના સંભળાવી કારણ કે તેણે કોફી વિથ કરણ પર અનુષ્કા શર્મા વિશે બરાબર આવું જ કહ્યું હતું.