News Continuous Bureau | Mumbai
અનુષ્કા શર્મા એ બોલીવુડનો ફેમસ ચહેરો છે. અનુષ્કા માત્ર એક મજબૂત અભિનેત્રી જ નથી પરંતુ તે ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ પણ કરે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે અનુષ્કા શર્માનું કરિયર જોખમમાં હતું અને કરણ જોહર તેને બરબાદ કરવા માંગતો હતો. ઘણા સ્ટાર્સે ખુલાસો કર્યો છે કે કરણ જોહરે જેટલા લોકો નું કરિયર બનાવ્યું છે તેટલા જ લોકો ની કારકિર્દી બરબાદ પણ કરી છે. કરણ જોહરે પોતે જ ખુલાસો કર્યો હતો કે તે અનુષ્કા શર્માની કારકિર્દી બરબાદ કરવા માંગતો હતો.
કરણ જોહરે કર્યો ખુલાસો
કરણ જોહરે પોતે એકવાર આ વાત સ્વીકારી હતી કે તેણે આદિત્ય ચોપરા ને ‘રબ ને બના દી જોડી’ માટે અનુષ્કાને સાઇન કરવાનો ઇનકાર કર્યો હતો. એવા અહેવાલો હતા કે કરણ જોહર ઈચ્છતો હતો કે સોનમ કપૂરને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવે. પરંતુ બાદમાં જ્યારે ‘બેન્ડ બાજા બારાત’ તૈયાર થઈ ત્યારે કરણે ઈચ્છા ન હોવા છતાં ફિલ્મ જોવી પડી. જ્યારે તેણે આ ફિલ્મ જોઈ ત્યારે તે અનુષ્કાની એક્ટિંગથી પ્રભાવિત થઈ ગયો અને તેણે તેની માફી માંગવાનું વિચાર્યું. જો આવું વાસ્તવિકતામાં થયું હોત તો આજે અનુષ્કા શર્માની કારકિર્દી બરબાદ થઈ ગઈ હોત.
કરણ જોહરે માંગી અનુષ્કા ની માફી
કરણ તેની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલના પ્રમોશન માટે પહોંચ્યો હતો. મંચ પર અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય પણ હાજર હતી. અનુષ્કા વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે, હું અનુષ્કાની કારકિર્દીનો સંપૂર્ણ અંત લાવવા માંગતો હતો.કરણ જોહર એ કહ્યું હતું કે, જ્યારે આદિત્ય ચોપરા અને હું શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ માટે અભિનેત્રી શોધી રહ્યા હતા, ત્યારે આદિએ મને અનુષ્કાનો ફોટો બતાવ્યો અને મેં તેને કહ્યું કે તું પાગલ છે., તમે તેને કાસ્ટ કરશો? પછી હું અન્ય અભિનેત્રીને સાઇન કરવા માંગતો હતો. પરંતુ આદિત્યએ અનુષ્કાને સાઈન કરી હતી.ત્યારે કરણ જોહર ફિલ્મ્સે પોતાની વાત પૂરી કરી અને કહ્યું, ‘પણ જ્યારે મેં અનુષ્કા શર્માને ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ માં જોઈ ત્યારે હું તેની એક્ટિંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને મને મારી ભૂલનો અહેસાસ થયો હતો. પછી મેં તેની માફી પણ માંગી…!’
