Kajol On Nysa Devgan: કાજોલ અને અજય દેવગણ ની દીકરી ન્યાસા ને ફિલ્મો માં લોન્ચ કરવા માંગે છે આ નિર્દેશક, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Kajol On Nysa Devgan: કાજોલે ખુલાસો કર્યો કે કરણ જોહર ન્યાસાને ફિલ્મોમાં લોન્ચ કરવા ઈચ્છે છે, પણ ન્યાસા નું હાલ કોઈ પ્લાનિંગ નથી

by Zalak Parikh
karan johar wants to launch nysa devgan

News Continuous Bureau | Mumbai

Kajol On Nysa Devgan: બોલીવૂડના જાણીતા નિર્માતા કરણ જોહર હવે કાજોલ અને અજય દેવગન ની પુત્રી ન્યાસા દેવગન ને ફિલ્મોમાં લોન્ચ કરવા ઈચ્છે છે. આ વાતનો ખુલાસો કાજોલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે.કાજોલે કહ્યું કે ન્યાસાને ફિલ્મો ની કેટલાક ઑફર્સ મળી છે, પણ હાલ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાની કોઈ યોજના બનાવી રહી નથી. “જો તે અમને કહેશે કે તે શું કરવું ઈચ્છે છે, તો અમે સંપૂર્ણ રીતે તેનો સાથ આપીશું,” કાજોલે ઉમેર્યું.

આ સમાચાર પણ વાંચો : Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો

કાજોલ એ ન્યાસા ના ડેબ્યુ વિશે વાત 

કાજોલને પૂછવામાં આવ્યું હતું કે, “કરણ જોહર તમારો મિત્ર છે. તો શું તેના બાળકોને ફિલ્મો માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે?” જવાબમાં કાજોલે કહ્યું, “મને બે ફોન આવ્યા છે, પરંતુ મને નથી લાગતું કે મારી પુત્રી હમણાં ફિલ્મોમાં પ્રવેશ કરશે. જો તે કંઈક કરવા માંગે છે, તો તે અમને જણાવશે. અમે તેની સાથે 100% છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Bollywood Five (@bollywoodfive)


‘કોફી વિથ કરણ 8’માં અજય દેવગને પણ ન્યાસાના ડિબ્યૂ અંગે વાત કરી હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે “હાલ તો તે અભિનેત્રી બનવા ઈચ્છતી નથી. જો ભવિષ્યમાં કંઈ બદલાય, તો લોકો 20 વર્ષ જૂનો ઇન્ટરવ્યૂ કાઢી લાવશે, પણ હાલમાં તો શક્યતા શૂન્ય ટકા છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More