Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ

Karan Kundrra| 'દેશી બ્લિંગ' ના લાસ્ટ એપિસોડમાં કરણની ઈમોશનલ સ્પીચ સાંભળીને તેજસ્વી રડી પડી, સોશિયલ મીડિયા પર 'તેજરન' ના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

by Zalak Parikh
Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ

 

News Continuous Bureau | Mumbai

Karan Kundrra| ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે બંનેના ઓફિશિયલ વેડિંગ ન્યૂઝ તો સામે નથી આવ્યા, પરંતુ રિયાલિટી શો ‘દેશી બ્લિંગ’ ના એક એપિસોડનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કરણ કુંદ્રા પોતાની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશને એક મોટી ડાયમંડ રિંગ સાથે લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. કરણનું આ અદભુત સરપ્રાઈઝ જોઈને તેજસ્વી પ્રકાશ ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

નેટફ્લિક્સના રિયાલિટી શોમાં કરણે આપ્યું ખાસ સરપ્રાઈઝ

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલા રિયાલિટી શો ‘દેશી બ્લિંગ’ ના છેલ્લા એપિસોડમાં કરણ કુંદ્રાએ તેજસ્વી પ્રકાશ માટે આ ખાસ પ્રપોઝલ પ્લાન કર્યું હતું. કરણના આ રોમેન્ટિક અંદાજને જોઈને સોશિયલ મીડિયા પર ‘તેજરન’ (તેજસ્વી અને કરણની જોડીનું ફેન નેમ) ના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કરણે આ પ્રપોઝલને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી હતી અને દુબઈના એક ભવ્ય રિસોર્ટમાં આખી ઈવેન્ટ ગોઠવી હતી, જેમાં શોના અન્ય મિત્રો પણ હાજર રહ્યા હતા.

રોયલ લુકમાં સજ્જ કરણ અને ‘વિલ યુ મેરી મી’ નું સેટઅપ

આ ખાસ પળ માટે કરણ કુંદ્રા બ્લુ કલરની શેરવાની અને લાલ રંગની પાઘડી પહેરીને એકદમ રોયલ લુકમાં હેન્ડસમ લાગતો હતો, જ્યારે તેજસ્વી વેસ્ટર્ન આઉટફિટમાં સુંદર લાગતી હતી. કરણ તેજસ્વીને રિસોર્ટના સેન્ટર સ્ટેજ પર લઈ જાય છે, જ્યાં પાણીની વચ્ચે મોટા અક્ષરોમાં ‘વિલ યુ મેરી મી’ લખેલું હતું. આ આખું સેટઅપ જોઈને તેજસ્વી ખુશીના માર્યા ધ્રૂજવા લાગી હતી અને તેણે કરણનો હાથ પકડી લીધો હતો.

કરણની ઈમોશનલ પંજાબી સ્પીચ અને તેજસ્વીના આંસુ

પ્રપોઝ કરતા પહેલા કરણે એક ઈમોશનલ સ્પીચ આપતા કહ્યું કે, બિગ બોસના ઘરની બહાર આવ્યા બાદ લોકો કહેતા હતા કે અમારો સંબંધ બે અઠવાડિયા પણ નહીં ટકે, પરંતુ આજે ચાર વર્ષ થઈ ગયા છે અને અમારી આ એક ઈમ્પરફેક્ટલી પરફેક્ટ લવ સ્ટોરી છે. ત્યારબાદ કરણે પંજાબીમાં કેટલીક લાઈનો કહીને ઘૂંટણિયે બેસીને તેજસ્વીને પ્રપોઝ કર્યું. તેજસ્વીએ હા પાડીને કરણને કિસ કરી હતી અને ગળે લગાવીને રડી પડી હતી. તેણે કરણને પોતાની ‘હેપ્પી પ્લેસ’ ગણાવ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More