News Continuous Bureau | Mumbai
બિગ બોસ 15 ની સીઝન પુરી થઇ ગઈ છે. આ સીઝન માં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ની જોડી ને ખુબ પસંદ કરવામાં આવીહતી . ત્યારબાદ થી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી ઘણી હેડલાઇન્સમાં છે. ચાહકો ઘણીવાર બંનેને સાથે જોવાનું પસંદ કરે છે. પરંતુ હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા મોડી રાત્રે તેની ગર્લફ્રેન્ડ એટલે કે તેજસ્વી પ્રકાશના ઘરની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન અભિનેતાના માતા-પિતા પણ સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોએ અટકળો શરૂ કરી છે કે શું આ બંને ના રોકા થઇ ગયા છે?
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ હાલમાં ટેલિવિઝન જગતમાં પ્રખ્યાત કપલ છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે અને હવે આ કપલના પેરેન્ટ્સ પણ મળવા લાગ્યા છે. મોડી રાત્રે કરણ કુન્દ્રા તેના માતા-પિતા સાથે તેજસ્વી પ્રકાશના ઘરે પહોંચ્યો હતો. રાત્રે ત્રણ વાગ્યે જ્યારે તે ઘરની બહાર આવ્યો ત્યારે લોકોને લાગવા માંડ્યું કે તેજસ્વી અને કરણની રોકાથઇ ગયા છે.મીડિયાએ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની ચોરી પકડી પાડી . કરણ કુન્દ્રા તેજસ્વી પ્રકાશના ઘરની બહાર આવતાની સાથે જ મીડિયાએ કરણ કુન્દ્રાને ઘેરી લીધો હતો. તેજસ્વી પ્રકાશ મીડિયાના ડરથી તેના ઘરની બહારજ ના નીકળી તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ છે. આ દરમિયાન કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બંનેએ કપાળ પર તિલક કર્યું હતું. ચાહકોને લાગે છે કે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ છે. આ સમાચારની સત્યતા જાણવા માટે, ચાહકો કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશને વિવિધ પ્રશ્નો પૂછી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ફરી એક વખત ઈન્ટરનેટ પર અમિતાભ બચ્ચનના મૃત્યુ ના સમાચાર થયા વહેતા, આ પોસ્ટર જોઈને ચાહકો રડી પડ્યા; જાણો શું છે હકીકત
મીડિયા સાથે વાત કરતા કરણ કુન્દ્રાએ જણાવ્યું કે તે દિવસે તેજસ્વી પ્રકાશના માતા-પિતાના લગ્નની વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે કરણ કુન્દ્રા અને તેના માતા-પિતા તેજસ્વી પ્રકાશના ઘરે પહોંચ્યા હતા.ચાહકો હવે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નની પુષ્ટિ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ચાહકોને લાગે છે કે હવે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશે વહેલામાં વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ..