Jennifer Winget & Karan Wahi Wedding Rumors: શું જેનિફર અને કરણ ખરેખર લગ્ન કરી રહ્યા છે? વાયરલ પોસ્ટ્સ જોઈને કરણ વાહીએ આપ્યું ચોંકાવનારું રિએક્શન

Jennifer Winget & Karan Wahi Wedding Rumors: 14 વર્ષ જૂની દોસ્તી અને ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ જગાવી હતી ચર્ચા; કરણે ઇન્ટરવ્યુમાં ફેન્સની આતુરતાનો અંત લાવતા સ્પષ્ટતા કરી.

by Zalak Parikh
Karan Wahi Breaks Silence on Marriage Rumors with Jennifer Winget

News Continuous Bureau | Mumbai

Jennifer Winget & Karan Wahi Wedding Rumors:  ટીવી એક્ટર કરણ વાહી અને જેનિફર વિંગેટ છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં છવાયેલા છે. બંને ઘણા જૂના અને પાકા મિત્રો છે અને લાંબા સમયથી સાથે કામ પણ કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની અફવાઓ અને સાથેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી હતી. આખરે, ચાહકોમાં ચાલતી આ અટકળો પર કરણ વાહીએ મૌન તોડ્યું છે અને સત્ય જાહેર કર્યું છે.એક મીડિયા હાઉસ સાથેની ખાસ વાતચીતમાં કરણ વાહીએ તેની અને જેનિફરના લગ્નના સમાચારને સંપૂર્ણપણે ફેક ગણાવ્યા છે. જે ફેન્સ આ જોડીને રિયલ લાઈફમાં સાથે જોવા માંગતા હતા, તેમના માટે આ સમાચાર નિરાશાજનક હોઈ શકે છે. કરણે સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચે માત્ર ગાઢ મિત્રતા છે અને લગ્ન જેવી કોઈ વાત નથી.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Box Office: ‘ધુરંધર’ એ રચ્યો ઈતિહાસ: ભારતમાં જ ૧૦૦૦ કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની; રણવીર સિંહે બાહુબલી 2 અને દંગલના રેકોર્ડને આપી ટક્કર

‘દિલ મિલ ગયે’ થી શરૂ થઈ હતી સફર

જેનિફર અને કરણની મિત્રતા ઈન્ડસ્ટ્રીમાં તેમના શરૂઆતના દિવસોથી જ છે. તેમણે સુપરહિટ શો ‘દિલ મિલ ગયે’   માં સાથે કામ કર્યું હતું, જ્યાં જેનિફર ડો. રિદ્ધિમા અને કરણ ડો. સિદ્ધાંતના રોલમાં જોવા મળ્યા હતા. લગભગ 14 વર્ષ બાદ, આ જોડી 2024 માં વેબ સિરીઝ ‘રાયસિંઘાનિયા વર્સેસ રાયસિંઘાનિયા’ માં ફરી એકસાથે જોવા મળી હતી, જ્યાં તેમની કેમિસ્ટ્રીને પ્રેક્ષકોએ ખૂબ વખાણી હતી.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


કરણે જણાવ્યું કે જ્યારે પણ તેઓ સાથે કોઈ ફોટો શેર કરે છે, ત્યારે ફેન્સ તેમને ડેટિંગ કે લગ્ન અંગે સવાલો કરવા લાગે છે. જોકે, બંને કલાકારોએ હંમેશા એકબીજાને શ્રેષ્ઠ મિત્રો અને સપોર્ટ સિસ્ટમ ગણાવ્યા છે. હાલમાં બંને પોતપોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા કરણે જણાવ્યું હતું કે તે હાલ સિંગલ છે. બીજી તરફ, જેનિફર વિંગેટના લગ્ન 2012 માં કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા, પરંતુ આ લગ્ન માત્ર 2 વર્ષ જ ટક્યા હતા અને 2014 માં તેમના છૂટાછેડા  થઈ ગયા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More