News Continuous Bureau | Mumbai
-Kareena kapoor: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન સાથે તેના દીકરા તૈમુર અલી ખાન નો જન્મદિવસ મનાવવા પટૌડી પેલેસ પહોંચી હતી. આ દરમિયાન કરીના કપૂર ખાને કેટલીક તસવીરો શેર કરી હતી, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તસવીરો માં સૈફ અલી અને કરીના કપૂર તેમના બાળકો તૈમુર અને જેહ સાથે પટૌડી પેલેસમાં વેકેશન માણી રહ્યા હતા. આ તસવીરોમાં કરીના કપૂરે પટૌડી પેલેસની ઝલક પણ દેખાડી છે. હવે લોકોની નજર પટૌડી પેલેસ પર ફરકી રહેલા ધ્વજ પર ટકેલી છે. જેને જોઈને લોકો રોષે ભરાયા છે.
કરીના કપૂરે શેર કરી તસવીરો
પટૌડી પેલેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.વાસ્તવ માં કરીના કપૂરે તેના ઇન્ટાગ્રામ પર પટૌડી પેલેસ ની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ચર્ચા નું કારણ બની છે. કરીના કપૂર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો માં જોવા મળી રહ્યું છે કે, સૈફ અલી અને કરીના કપૂર તેમના બાળકો તૈમુર અને જેહ સાથે પટૌડી પેલેસમાં વેકેશન માણી રહ્યા છે. હવે લોકોની નજર કરીના કપૂર ની છેલ્લી તસવીર પર પડી છે જેમાં પટૌડી પેલેસ ના ગુંબજ પર એક ધ્વજ લહેરી રહ્યો છે.જે ભારત દેશ નો નથી, તેથી લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે પટૌડી પેલેસ પર કયો ધ્વજ લહેરાઈ રહ્યો છે.
પટૌડી પેલેસ ના ગુંબજ પર લહેરાતો આ ધ્વજ પટૌડી રાજ્યનો છે. આઝાદી પહેલા પટૌડી પેલેસ એક રજવાડું હતું.તમને જણાવી દઈએ કે, ફિલ્મ એનિમલ નું શૂટિંગ આજ પટૌડી પેલેસ માં થયું હતું.
આ સમાચાર પણ વાંચોઃ Malaika arora: સેલ્ફી લેવા આવેલા એક ફેને મલાઈકા અરોરા સાથે કર્યું એવું વર્તન કે ત્યાં ઉભેલા ગાર્ડ્સ પણ રહી ગયા સ્તબ્ધ, જુઓ વાયરલ વિડીયો
