News Continuous Bureau | Mumbai
સૈફ અલી ખાન અને કરીના કપૂરનો ( kareena kapoor ) પુત્ર તૈમૂર ( taimur ali khan ) જન્મ્યો ત્યારથી જ ચર્ચામાં છે. તમે એમ પણ કહી શકો છો કે તૈમૂર તેના માતા-પિતા કરતા વધુ લોકપ્રિય બની ગયો છે. તે ઘરની બહાર નીકળતાની સાથે જ મીડિયાના કેમેરા તેને ફોલો કરે છે. હવે તૈમૂર પણ સમજી ગયો છે કે તે ખૂબ જ લોકપ્રિય છે. નાના તૈમૂરની સંભાળ રાખવા માટે કરીનાએ એક આયા ( nanny ) રાખી છે. તૈમુર સાથે આ આયાને તમે ઘણીવાર જોઈ હશે. આ આયાનું નામ સાવિત્રી છે. સફેદ ડ્રેસ અને ચશ્મા પહેરીને તૈમૂરની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખવાની જવાબદારી ( salary ) આ આયાની છે.
લાખો માં કમાણી કરે છે તૈમુર ની નૈની
નાના શહેરોમાં નૈનીને આયા પણ કહેવામાં આવે છે. તૈમૂર તેની આયાની ખૂબ નજીક છે. નૈની તેના માટે માતાની ઉણપ પૂરી કરે છે. કરીના ચોક્કસપણે તેની ફિલ્મોમાં વ્યસ્ત રહેતી હશે આવી સ્થિતિ માં તેની ગેરહાજરીમાં તૈમુર ની સંભાળ રાખવાની જવાબદારી નૈની છે. તૈમુરીની આયા તેના આ કામ માટે તગડી રકમ વસૂલે છે. સાવિત્રીનો પગાર કોઈપણ IAS અને IPS કરતાં વધુ છે. આયાનો પગાર સાંભળીને સામાન્ય માણસના હોશ ઉડી જશે. સાવિત્રીનો પગાર દેશના પીએમ જેટલો છે.એક ન્યૂઝ વેબસાઈટ ને આપેલા ઇન્ટરવ્યૂ માં કરીના કપૂરે જણાવ્યું હતું કે, ‘તૈમૂર અલી ખાનની આયાની એક મહિનાની સેલરી 1.5 લાખ રૂપિયા છે. જો આયાને કોઈ કારણસર વધારાનું કામ કરવું પડે તો તે દર મહિને 1.75 લાખ રૂપિયા થઈ જાય છે. આ સાથે નૈનીને એક કાર પણ આપવામાં આવી છે જેથી તે તૈમૂરને બાંદ્રા વિસ્તારમાં ફરવા લઈ જઈ શકે.સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન વિદેશ ફરવા જાય ત્યારે તો નૈની પણ તૈમૂર સાથે જાય છે.’
આ સમાચાર પણ વાંચો: લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ.. જોધપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા વરરાજાના માતા-પિતા-બહેન સહિત 60 લોકો દાઝ્યા, આટલા ના નિપજ્યા મોત
જુહુ ની એક એજન્સી દ્વારા હાયર કરવામાં આવી છે
કરીનાના બાળકની સંભાળ રાખવા માટે જુહુ સ્થિત એક એજન્સીએ આ આયા ની વ્યવસ્થા કરી છે. આ એજન્સી દ્વારા તુષાર કપૂર અને સોહા અલી ખાનના બાળકોની દેખરેખ માટે રાખવામાં આવેલી આયાઓ પૂરી પાડવામાં આવી છે.આ એજન્સી નૈનીનું બેકગ્રાઉન્ડ, મેડિકલ અને ફાઇનાન્શિયલ વેરિફિકેશન કરાવે છે જેથી સ્ટાર્સને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જો તૈમૂર અને નૈની સાવિત્રીના સંબંધોની વાત કરીએ તો બંને એકબીજા સાથે એકદમ અટેચ થઈ ગયા છે.
