News Continuous Bureau | Mumbai
કરિશ્મા કપૂર ( karishma kapoor ) 90ના દાયકામાં લોકોના દિલ પર રાજ કરતી હતી. અભિનેત્રીનું લગ્નજીવન ખુબ જ મુશ્કેલી ભરેલું હતું. ભલે તે છૂટાછેડા લઈને પીડાદાયક દુનિયામાંથી બહાર આવી ગઈ હોય. પરંતુ તે સમયે તેની સાથે જે ઘટના બની હતી તે સમયાંતરે બહાર આવતી રહે છે. આજે તે પોતાના બાળકો સાથે સુંદર જીવન જીવી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તે પોતાના અંગત જીવનની મુશ્કેલીઓમાં ખોવાઈ જતી હતી.
સંજય કપૂર પર કર્યો હતો ઘરેલુ હિંસાનો કેસ
અભિષેક બચ્ચન સાથે બ્રેકઅપ થયા બાદ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર ( sanjay kapur ) સાથે લગ્ન કરી લીધા હતા. અભિનેત્રીના શરૂઆતના થોડા વર્ષો સારા રહ્યા. પરંતુ પાછળથી તેનું જીવન નરક જેવું બની ગયું. તેનો પતિ સંજય કપૂર એક્ટ્રેસ સાથે મારઝૂડ કરતો હતો.કરિશ્મા કપૂરે પણ પતિ સંજય કપૂર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું કે સંજય તેને શો પીસની જેમ રજૂ કરતો હતો. લગ્ન પછી મને સમજાયું કે તેણે મારી સાથે લગ્ન કર્યા કારણ કે હું પ્રખ્યાત અભિનેત્રી હતી. તે મારા દ્વારા મીડિયામાં રહેવા માંગતો હતો. તે મને મિત્રો વચ્ચે ટ્રોફી વાઈફ તરીકે રજૂ કરતો હતો. તે મારા દ્વારા પોતાને લોકપ્રિય બનાવવા માંગતો હતો.
આ સમાચાર પણ વાંચો: ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ
કરિશ્મા કપૂરે એ પણ જણાવ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન મારું વજન વધી ગયું હતું. એકવાર પોસ્ટ પ્રેગ્નન્સીમાં ટાઈટ ડ્રેસ મને ફિટ નહોતો થતો. પછી તેણે તેની માતાને મને થપ્પડ મારવાનું કહ્યું.લગ્ન બાદ અભિનેત્રીએ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી. છૂટાછેડા બાદ કરિશ્માએ સંજય પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે મારી પ્રેગ્નન્સી દરમિયાન તેણે મને ખૂબ ટોર્ચર કર્યું હતું. તેના પતિએ હનીમૂન પર તેની બોલી લગાવી હતી.લગ્નના 11 વર્ષ બાદ બંને વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. કરિશ્મા મુંબઈ શિફ્ટ થઈ ગઈ અને સિંગલ મધર બની તેના બન્ને બાળકો સમાયરા અને કિયાન નો ઉછેર કરી રહી છે.ભલે કરિશ્મા કપૂર મોટા પડદાથી દૂર છે. પરંતુ તે રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે દેખાય છે. આ સિવાય તે વેબ સિરીઝ ‘મેન્ટલહુડ’માં પણ જોવા મળી હતી. તેના અભિનયના પણ ખૂબ વખાણ થયા હતા.